રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખિસકોલી પર બાળવાર્તાઓ
સરેરાશ પોણા ફૂટની લંબાઈ
ધરાવતું ચોપગું પ્રાણી. શરીર પર પટ્ટા અને લાંબી પૂંછડી. બીકણ અને ચપળ. વૃક્ષ પર રહે છે. ચંચળતાના આલેખન માટે લેખકોને ખિસકોલી કલમવગી થઈ પડે છે. મહાન અને શ્રેષ્ઠ વસ્તુની કદર સામાન્ય માણસ ન કરી શકે એ અર્થમાં એક કહેવત છે : ‘ખાખરાની ખિસકોલી એલચીનો સ્વાદ શું જાણે!’ અમુક પ્રદેશમાં આ કહેવતમાં એલચીના સ્થાને સાકર બોલાય છે. રામાયણમાં રામે લંકા પાર કરવા રામસેતુ બનાવ્યો ત્યારે ખિસકોલીએ એ સેતુ બનાવવા મદદ કરી હતી. એ દરિયામાં ભીંજાતી, પછી ધૂળમાં આળોટી ને સેતુ બાંધકામમાં પથ્થરો વચ્ચે જઈ શરીર પરથી ધૂળ ખંખેરતી એવી લોકોક્તિ છે. આ કથાના આધારે ઉમાશંકર જોશીએ કાવ્ય લખ્યું છે એનો અંશ : રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી જાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી કપિ પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી કપિ સેતુ દિવસરાત બાંધે ખિસકોલી એક નાની-શી આમતેમ કૂદે ખિસકોલી કાંઠો સિન્ધુનો આખો દિ ખૂંદે ખિસકોલી જરા વેળુમાં જઈ એ આળોટી ખિસકોલી ( ખિસકોલી/ ઉમાશંકર જોશી) *** અને યોગાનુયોગ આ જ શૈલીમાં લખાયેલ ત્રિભુવન વ્યાસના એક કાવ્યનો અંશ જુઓ : તું અહીંયાં રમવા આવ, મજાની ખિસકોલી! તું દોડ, તને દઉં દાવ, મજાની ખિસકોલી! તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી! તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી! (ખિસકોલી/ ત્રિભુવન વ્યાસ) *** દેખાવે નાજુક, સ્વભાવે ચંચળ અને રમતિયાળ હોવાથી બાળગીત અને બાળનાટકનું ખિસકોલી નિશ્ચિત પાત્ર છે
બાળવાર્તા(9)
-
માંદી ચીંચીં જલસા કરે
નાની ચીંચીં છાશવારે માંદી પડી જાય. આજે સાજી તો કાલે માંદી. સવારે સાજી તો સાંજે માંદી. સંગી ચકીને એની બહુ ચિંતા રહે. કોઈએ કહ્યું કે દૂર દૂરના મંદિરે વાનર વૈદરાજ આવ્યા છે. તે એવી દવા આપે કે મોટામાં મોટો રોગ હોય તોય ભાગી જાય. સંગી ચકી તો પહોંચી ત્યાં. માળામાં
-
મારો ભેરુ કોણ?
ઉંદરનું એક બચ્ચું. નામ એનું ચમ્મૂ. હતું તો ખૂબ નાનું, પણ ભારે તોફાની. ઘરમાં મમ્મીનેય પજવે. મમ્મી ચમ્મૂથી કંટાળી જાય. કહે : ‘જા, બહાર રમ.’ ચમ્મૂ તો ઘરની બહાર નીકળ્યું. દૂર વડના છાંયે કેટલાય ભાઈબંધો રમતા હતા. ચમ્મૂ હરખભેર ત્યાં આવીને કહે
-
યમ્મી..યમ્મી..યમ્મી..!
પિહુએ મમ્મીને કહ્યું-' મમ્મી, બહુ ભૂખ લાગી છે! કંઈક યમ્મી નાસ્તો બનાવી આપને!' મમ્મીએ કહ્યું-' બે મિનિટ! હમણાં નાસ્તો તૈયાર!' પિહુ આમથી તેમ આંટા મારતી જાય ને બોલતી જાય- "મમ્મી! મમ્મી! મમ્મી! નાસ્તો
-
ખુશીનો પુલ
સુંદરવન અને રંગપુર ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદીનું નામ હતું કીર્તના. એક કાંઠે સુંદરવન અને બીજે કાંઠે રંગપુર ગામ. ગામના લોકો રોજ બેખોફ સુંદરવનમાં જતા અને મધ, ફૂલ, ફળ, સૂકાં લાકડાં વગેરે જરૂર મુજબ લઈ આવતા. સુંદરવનનાં પ્રાણીઓ પણ કોઈ પણ ભય વગર ગમે
-
છમ્મકછલ્લો
એક હતાં ખિસકોલીબાઈ. એમનું નામ એમણે પોતે જ પાડેલું – છમ્મકછલ્લો! એમને કંઈ કામકાજ કરવું ગમે નહીં. એમની મા એમને લઢે-વઢે પણ એ તો સાંભળે જ નહિ ને! પાછાં ગાય : “હું સરસ મઝાની ખિસકોલીબાઈ, છમ્મકછલ્લો; હું હરું ફરું ને મઝા કરું બસ, છમ્મકછલ્લો.” ને
-
ખિસકોલીનું બચ્ચું
એક હતું ખિસકોલીનું બચ્ચું. નાનકડું ને રૂપાળું. પોતાના ઘરમાં આખો દિવસ ચિક્ ચિક્ અવાજ કરે. બચ્ચું થોડું મોટું થયું એટલે તેનાં મમ્મીએ એક દિવસ કહ્યું- 'ચાલો,આપણે બહાર નીકળીએ અને ઝાડની ડાળીઓ પર ફરીએ!' 'ના! ના! ના!' બચ્ચું
-
રૂડી સુધરી
એક બગીચો હતો. બગીચામાં ઘણી જ ખિસકોલીઓ રહેતી હતી. તેમાં રૂડી નામે એક ખિસકોલી. રૂપાળા પટ્ટા, જાડી પૂંછડી અને રમકડા જેવું શરીર. રૂડી ખાય, પીએ અને મઝા કરે. આમ તો રૂડી બધાને ગમતી. પણ એનામાં એક ખોટી આદત હતી. તે હંમેશાં, બધાંથી અલગ રહેતી. કોઈ એની પાસે