રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખેતર પર મુક્તપદ્ય
એવી જમીન જેને ખેડીને
અનાજ પેદા કરી શકાય અને ખેતર ખેડે તે ખેડૂત. ‘ખેતર’ શબ્દ ‘ક્ષેત્ર’ શબ્દનું અપભ્રંશ રૂપ છે. પણ ‘ક્ષેત્ર’ શબ્દ સ્થળવિશેષ માટે છે જ્યારે ખેતરનો સંબંધ અનાજ માટેના ખેડાણ પૂરતો મર્યાદિત છે. કોઈના અંકુશ વગરના ક્ષેત્ર માટે ‘બોડી બામણીનું ખેતર’ એવો રૂઢિપ્રયોગ છે. અહીં બોડી એટલે વિધવા કેમકે, વિધવા સ્ત્રીનું મુંડન કરવામાં આવે છે જેને તળપદી ભાષામાં ‘માથું બોડાવવું’ કહે છે. આ સિવાય ખેતરના પ્રતિકાત્મક અર્થ સંદર્ભો લેખકના લેખન કૌશલ્ય પર આધાર રાખે છે. વધુ માહિતી માટે ‘ખેડૂત’ શબ્દની સમજૂતી જુઓ.