રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખેતર પર બાળવાર્તાઓ
એવી જમીન જેને ખેડીને
અનાજ પેદા કરી શકાય અને ખેતર ખેડે તે ખેડૂત. ‘ખેતર’ શબ્દ ‘ક્ષેત્ર’ શબ્દનું અપભ્રંશ રૂપ છે. પણ ‘ક્ષેત્ર’ શબ્દ સ્થળવિશેષ માટે છે જ્યારે ખેતરનો સંબંધ અનાજ માટેના ખેડાણ પૂરતો મર્યાદિત છે. કોઈના અંકુશ વગરના ક્ષેત્ર માટે ‘બોડી બામણીનું ખેતર’ એવો રૂઢિપ્રયોગ છે. અહીં બોડી એટલે વિધવા કેમકે, વિધવા સ્ત્રીનું મુંડન કરવામાં આવે છે જેને તળપદી ભાષામાં ‘માથું બોડાવવું’ કહે છે. આ સિવાય ખેતરના પ્રતિકાત્મક અર્થ સંદર્ભો લેખકના લેખન કૌશલ્ય પર આધાર રાખે છે. વધુ માહિતી માટે ‘ખેડૂત’ શબ્દની સમજૂતી જુઓ.
બાળવાર્તા(12)
-
શિયાળ અને ગધેડાની દોસ્તી
એક જંગલ હતું. તેમાં રહેતા શકુ શિયાળ અને ગબુ ગધેડા વચ્ચે સાચી દોસ્તી હતી. શિયાળની બુદ્ધિ અને ગધેડાની શક્તિનો સાથે ઉપયોગ કરીને બંને સુખ અને સંપથી રહેતાં હતાં. એક વખત એક સિંહ મરી ગયો. તેનું ચામડું શિયાળે જોયું. તેના બુદ્ધિશાળી મગજમાં વિચાર ઝબક્યો.
-
રાક્ષસભૈનો ટેકરો
એક ગામ હતું, મજાનું. બોરાંભરેલી મુઠ્ઠી જેવડું ગામ. ગામના પાદરે ટેકરો. ઊંટનાં ઢેકા જેવા ટેકરા પર નાનકડી દેરી અને આજુબાજુ ઊભેલાં નાનાં-મોટાં વૃક્ષોની ઝાડી હતી. ટેકરાની નીચે તળેટીમાં નાનકડી નિશાળ હતી. નિશાળમાં રિસેસનો ઘંટ વાગે કે તરત છોકરાં
-
સો’ણલિયો
‘લાવ તારું સો’ણું’ ફર ફર પવન આવતો હોય, ઉનાળાના દહાડા હોય, આંબાનો છાંયો હોય, માથે કોયલ બોલતી હોય, ને બપોરનો વખત થયો હોય તો કોને ઝોકું ન આવે? ભલભલનાં ડોકાં હાલવા લાગે તો મનુનું શું ગજું? એને બિચારાને પણ એમ જ ઝોકું આવી ગયું. પહેલાં આવ્યાં
-
દીકરો
એક હતા પટેલ. એક હતાં પટલાણી. પટેલનું નામ પસાભાઈ, ને પટલાણીનું નામ પસીબહેન. આ બેઉ ધણી-ધણિયાણીને કોઈ છોકરું-છૈયું નહિ એટલે મનમાં સદાય ચિંતા રહ્યા કરે કે, ઘડપણ તો આવ્યું. હવે આપણી લાકડી બનશે કોણ? કુટુંબમાં ઈન-મીન ને તીન ને તેય બધાં શહેરમાં
-
ઉછીનું ક્યાં સુધી ચાલે?
એક હતું ખેતર. આકાર એનો લંબચોરસ. તેને ચાર ખૂણા. દરેક ખૂણામાં એકે-એક ઝાડ અને એક-એક ઘર. ઇશાન ખૂણામાં લીમડાનું ઝાડ. તેના થડ નીચે કૂતરો રહે. મોતિયો એનું નામ. અગ્નિ ખૂણામાં સરગવાનું ઝાડ. તેની નીચે મરઘીબાઈ રહે. નામ એનું મોંઘી નૈર્ઋત્ય ખૂણામાં ગુંદાનું
-
કામચોર કાગડો
કાબર અને કાગડાએ ભાગીદારીમાં ખેતર ખેડવાનું નક્કી કર્યું. બંનેએ ખેતરમાં સરખું કામ કરવાનું અને જે ઊપજ આવે તે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. કાબર ભોળી. કાગડો લુચ્ચો અને આળસુ. પ્રથમ તો જમીન ખેડવાની વાત આવી. કાબર તે માટે કાગડાને બોલાવવા ગઈ,
-
કીડીબાઈનું ખેતર
કીડીબાઈનું ખેતર નાનું. ચોમાસે વાવે ને બારે માસ બેઠાં બેઠાં ખાય. જાતે ખેતી થાય નહીં. ચોમાસું આવે એટલે મંકોડાને કહે : “મંકોડાભાઈ, ખેતર ખડો, તો પહેરાવું સોના તોડો.” મંકોડાભાઈ તો જે મંડે ને તે ખેતર ખેડી નાખે, એટલે કીડીબાઈ ચકલાને કહે : “ચકલાભાઈ,
-
સાચો યજ્ઞ
“મહારાજ! આપ તો યુગયુગાંતરની વાતો જાણો છો. આજે આપણે ત્યાં જેવો યજ્ઞ થઈ રહ્યો છે તેવો યજ્ઞ પહેલાં કોઈએ કરેલો ખરો?” ભીમસેને શ્રીકૃષ્ણને પૂછ્યું. રાજમહેલના ઓટા પર સૌ જમીને હાથ ધોતા હતા. ભગવાન વેદવ્યાસ, ભગવાન શ્રીકૃષ્ણ, ભીષ્મ, દ્રોણ, યુધિષ્ઠિર, અર્જુન,
-
અક્કલ વિનાની નક્લ
એક હતાં બિલ્લીબેન. ધોળી પૂણી જેવું રૂપાળું મોઢું. લખોટી જેવી તગતગતી બે આંખો. રેશમ જેવું શરીર. બિલ્લીબેન રાતદિવસ લોકોના ઘરમાં ફરતાં, ખાતાં, પીતાં અને મઝા કરતાં. બધાં બિલ્લીબેનને ઘરના માણસની જેમ રાખે. નાનાં બાળકો તો એમને ખૂબ જ રમાડતાં. બાળકો
-
કંઈ એકલા ખવાય?
ગામને સીમાડે ઇસ્માઇલની વાડી. ઇસ્માઇલ ભારે મહેનતુ. વાડી બારેમાસ લીલીછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી. શાકભાજી પણ ઇસ્માઇલની વાડીનાં વખણાય. વાડીને એક શેઢે એણે નાનકડો કૂબો બનાવેલો. એના કૂબાની નજીક મરઘાં માટે નાનકડું ઘર બનાવેલું. મરઘી પીલાં