રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગોપીભાવ પર પદ
‘ગોપીભાવ’ શબ્દમાં કૃષ્ણ
નિશ્ચિત સ્થાપિત તત્ત્વ છે. ‘ગોપીભાવ’ એટલે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને સમર્પણનો ભાવ. ગોપીઓ કૃષ્ણને પ્રેમ કરતી અને લોકલાજ ત્યજી કૃષ્ણને ચાહતી. ‘ગોપીભાવ’ એ એક સંજ્ઞા કરતાં વિશેષણ વધુ છે. અહીં આ શબ્દમાં ભાવ ‘શબ્દ’ મહત્ત્વનો છે. કૃષ્ણપ્રીતિ રાખનાર સ્ત્રી હોય કે પુરુષ - ગોપ કે ગોપી ન હોય તો પણ તેમને આ વિશેષણ લાગુ પડે છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ પ્રકાર કૃષ્ણભક્તિને લાગુ પડે છે. ગોપીભાવને નિમિત્તે મધ્યકાલીન યુગના ભક્તિ સાહિત્યમાં આપણને અનેક અદ્ભુ ત ભજનો મળ્યા છે. હરીન્દ્ર દવેની નવલકથા ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ ગોપીભાવ અનુભવી શકાય છે.