રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગાય પર મુક્તપદ્ય
ચોપગું પ્રાણી. ગાય અને
બળદ ગ્રામ્ય વ્યવસ્થાના મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. ગાય દૂધ આપે છે અને બળદ ખેતી અને વાહન ખેંચવા કામ આવે છે. શાકાહારી પ્રાણી, મુખ્ય ખોરાક ઘાસ. ગાયના ચહેરા પર એક નિર્દોષતા અને અસહાયતા હોય છે. એટલે જ આપણી ભાષામાં ‘દીકરી અને ગાય દોરે ત્યાં જાય’ જેવી કહેવત પડી છે. કૃષ્ણ ગોવાળ હતા, એથી કૃષ્ણગીતોને કારણે ગાયને સામાજિક મહત્ત્વ મળ્યું છે. આજે પણ ગાયનું સામાજિક અને ધાર્મિક મહત્ત્વ એને રાજકારણનું પાનું બનાવી દે એટલું બળકટ છે.