ગાય પર બાળવાર્તાઓ
ચોપગું પ્રાણી. ગાય અને
બળદ ગ્રામ્ય વ્યવસ્થાના મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. ગાય દૂધ આપે છે અને બળદ ખેતી અને વાહન ખેંચવા કામ આવે છે. શાકાહારી પ્રાણી, મુખ્ય ખોરાક ઘાસ. ગાયના ચહેરા પર એક નિર્દોષતા અને અસહાયતા હોય છે. એટલે જ આપણી ભાષામાં ‘દીકરી અને ગાય દોરે ત્યાં જાય’ જેવી કહેવત પડી છે. કૃષ્ણ ગોવાળ હતા, એથી કૃષ્ણગીતોને કારણે ગાયને સામાજિક મહત્ત્વ મળ્યું છે. આજે પણ ગાયનું સામાજિક અને ધાર્મિક મહત્ત્વ એને રાજકારણનું પાનું બનાવી દે એટલું બળકટ છે.
બાળવાર્તા(7)
-
કજિયાળો કાગડો
શિવમના ઘર આગળ લીમડો. સવાર પડે ને ભરાય પંખીઓનો મેળો. બધાં પંખીઓ મસ્તીથી ગીતો ગાય, જ્યારે કાગડાભાઈને ઉપડે લ્હાય. કોને હેરાન કરું? કોને ચાંચ મારું? કોનો ખોરાક ઝૂંટવું? એને તો ગમે કા...કા...કા... કરવાનું ને સહુને હેરાન કરવાનું. શિવમને તો આવું જરાય
-
દૂધની ધારનું સંગીત
આદમ વહેલી સવારે ઊઠી ગયો. હજી ચાર નહોતા વાગ્યા. આકાશ ખૂબ સુંદર હતું. ભૂરા આકાશમાં સોનેરી તારાઓ ઝગમગતા હતા. કોઈક તારાઓ લાલ-સોનેરી હતા. એક તારો ઘણો મોટો હતો. જાણે હમણાં નજીક આવી જશે. જાણે હમણાં વાતો કરવા લાગશે.
-
પોપટ ને કાગડો
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે : ભાઈ કમાવા જા ને? પોપટ તો ‘ઠીક’ કહીને કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના
-
ડોસીમાની રોટલી
એક હતું શહેર. આ શહેરમાં એક પોળ. એની એક ગલીમાં એક ડાઘિયો કૂતરો, કૂતરી અને ચાર સરસ કુરકુરિયાં રહે. એ ગલીનાં નાનાંનાનાં છોકરાંઓ તો આખો દહાડો કુરકુરિયાંને રમાડે. કૂતરો અને કૂતરી આજુબાજુથી જે કાંઈ મળે તે લાવે. પોતે ખાય અને થોડું થોડું કુરકુરિયાંને
-
સાચાબોલી ગાય
ઊંચો ઊંચો એક ડુંગર હતો. ગામની સીમમાં ચરી ગાયો ક્યારેક ડુંગરની ખીણમાં ચાલી જતી. ત્યાં ચારો ચરતી અને ઝરણાંનું મીઠું પાણી પીતી. સાંજ પડ્યે ગોવાળ ધણને ગામમાં પાછું વાળી લાવતો. એક દિવસ એક ગાય પાછળ રહી ગઈ. સૂરજ ડૂબી ગયો