રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફૂલ પર બારમાસી
કુદરતનું સુશોભન! છોડવાનો
એવો એક હિસ્સો જે કળી રૂપે ઊગે છે અને પછી ખીલે છે, રંગીન, નાજુક અને પાંખડીઓ ધરાવે છે. માળા, શણગાર અને પ્રણયના પ્રતિક ગણાતા ફૂલ વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ છોડવાના પ્રજનન અંગ છે જે બીજ સાચવે છે અને ફેલાવે છે. પુરસ્કાર કે દાન માટેની રોકડ રકમ નાની હોય ત્યારે તેને ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ કહેવાનો રૂઢિપ્રયોગ છે. અસ્થિના અવશેષને ‘અસ્થિના ફૂલ’ કહેવાનો રિવાજ છે. નાના ભૂલકાંઓના હાસ્યને ‘ફૂલ જેવુ હાસ્ય’ એમ ઉપમા અપાય છે. વિશ્વની કોઈ પણ ભાષામાં ફૂલ ઉપર ઢગલો કવિતાઓ, ગીતો મળી આવશે. બિપિન પટેલની એક વાર્તાનું નામ છે ‘વાંસના ફૂલ’(૨૦૧૭). નેતાજી સુભાષચંદ્ર બોઝ અકસ્માતમાં મૃત્યુ ન પામ્યા હોત તો?– એ સંકલ્પના પર આબિદ સુરતીની નવલકથા છે એનું નામ છે, ‘રડતાં ગુલમહોર.’ મધુ રાયના એક નાટકનું નામ છે ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો.’