રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફળ પર અછાંદસ
ફૂલની જેમ ફળ પણ વૃક્ષ
કે છોડના બીજ સાચવે અને ફેલાવે છે. ફળ પચવામાં સરળ અને સ્વાસ્થય માટે ગુણકારી હોય છે. લોકબોલીમાં પરિણામ માટે પણ ‘ફળ’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘મા ફલેષુ કદાચન’ શ્લોકનો ભાવાર્થ ‘ફળની ચિંતા કર્યા વિના કર્મ કરતાં રહેવું’ કહેવતની જેમ વ્યવહારમાં વપરાય છે. ‘ધીરજના ફળ મીઠા’ એક સુપરિચિત કહેવત છે. ‘મહેનતનુ ફળ’ જાણીતો શબ્દપ્રયોગ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ પરથી કઢાતા તારણને ‘ફળાદેશ’ કહે છે, જેનો ‘ફળ’ શબ્દ સાથે સીધો સંબંધ નથી પણ ‘પરિણામ’નો અર્થવિસ્તાર છે. ફળ વેચતાં ખેડું દંપતિની એક સુંદર વાર્તા ઝવેરચંદ મેઘાણીએ ‘બૂરાઈના દ્વારેથી’ના નામે લખી છે. વિશેષણ અને ઉપમા તરીકે ફળ અવારનવાર સાહિત્યકૃતિઓમાં જોઈ શકાય છે.