Famous Gujarati Katha-kavya on Chhokra | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છોકરાં પર કથા-કાવ્ય

બાળકો, સંતાન. સામાન્ય

રીતે માણસ પાસે જીવવાનું, ભવિષ્ય બહેતર બનાવવાનું એક મુખ્ય કારણ તેમના સંતાન હોય છે. સંતાનો સાથે સ્નેહ, ઉમેદ અને મહત્ત્વાકાંક્ષા સંકળાયેલા છે. જીવનની આ સહજ વાતો સાહિત્યમાં પણ પડઘાય છે. ગુજરાતી અનુવાદને કારણે ગુજરાતીઓમાં પણ જાણીતા મૂળે મરાઠી ભાષાના લેખક વિ. સ. ખાંડેકરની કેન્દ્રીય સાહિત્ય અકાદમી તેમજ જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા નવલકથા ‘યયાતિ’ પિતા અને સંતાનના અનન્ય સમીકરણને રજૂ કરે છે. જ્યારે પિતા પુત્ર પાસેથી તેનું યૌવન માંગી લે છે અને પોતે ફરી યુવાન થઈ પુત્રને અકાળે વૃદ્ધ થવા દે છે. રા. વિ. પાઠકની ટૂંકી વાર્તા ‘મુકુન્દરાય’ એની બિનપારંપરિક કથાવસ્તુને કારણે ઉલ્લેખનીય છે. શહેરથી રજામાં ઘરે આવેલા પુત્રના વ્યવહારમાં આછકલાઈ જોઈ પિતાના મનમાં ‘નખ્ખોદ દે જો’ (નિઃસંતાન રહેવા દેજો) એવી પ્રાર્થના ઉપસે છે એમ એક લોકકથા નિમિત્તે લેખક સૂચવે છે. ઉમાશંકર જોશીની વાર્તા ‘મારી ચંપાનો વર’ માતા-પુત્રી-જમાઈના અસામાન્ય ત્રિકોણ નિમિત્તે ઈર્ષ્યાનું જુદું પાસું રજૂ કરે છે. પારિવારિક સંબંધોને લાગતું સાહિત્ય ગુણદર્શી કે બોધાત્મક રહી જવાની સંભાવના ધરાવે છે ત્યારે આવી કૃતિઓ ઉમેદ જગાવે છે.

.....વધુ વાંચો

કથા-કાવ્ય(1)