રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછોકરાં પર બાળવાર્તાઓ
બાળકો, સંતાન. સામાન્ય
રીતે માણસ પાસે જીવવાનું, ભવિષ્ય બહેતર બનાવવાનું એક મુખ્ય કારણ તેમના સંતાન હોય છે. સંતાનો સાથે સ્નેહ, ઉમેદ અને મહત્ત્વાકાંક્ષા સંકળાયેલા છે. જીવનની આ સહજ વાતો સાહિત્યમાં પણ પડઘાય છે. ગુજરાતી અનુવાદને કારણે ગુજરાતીઓમાં પણ જાણીતા મૂળે મરાઠી ભાષાના લેખક વિ. સ. ખાંડેકરની કેન્દ્રીય સાહિત્ય અકાદમી તેમજ જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા નવલકથા ‘યયાતિ’ પિતા અને સંતાનના અનન્ય સમીકરણને રજૂ કરે છે. જ્યારે પિતા પુત્ર પાસેથી તેનું યૌવન માંગી લે છે અને પોતે ફરી યુવાન થઈ પુત્રને અકાળે વૃદ્ધ થવા દે છે. રા. વિ. પાઠકની ટૂંકી વાર્તા ‘મુકુન્દરાય’ એની બિનપારંપરિક કથાવસ્તુને કારણે ઉલ્લેખનીય છે. શહેરથી રજામાં ઘરે આવેલા પુત્રના વ્યવહારમાં આછકલાઈ જોઈ પિતાના મનમાં ‘નખ્ખોદ દે જો’ (નિઃસંતાન રહેવા દેજો) એવી પ્રાર્થના ઉપસે છે એમ એક લોકકથા નિમિત્તે લેખક સૂચવે છે. ઉમાશંકર જોશીની વાર્તા ‘મારી ચંપાનો વર’ માતા-પુત્રી-જમાઈના અસામાન્ય ત્રિકોણ નિમિત્તે ઈર્ષ્યાનું જુદું પાસું રજૂ કરે છે. પારિવારિક સંબંધોને લાગતું સાહિત્ય ગુણદર્શી કે બોધાત્મક રહી જવાની સંભાવના ધરાવે છે ત્યારે આવી કૃતિઓ ઉમેદ જગાવે છે.
બાળવાર્તા(6)
-
રાક્ષસભૈનો ટેકરો
એક ગામ હતું, મજાનું. બોરાંભરેલી મુઠ્ઠી જેવડું ગામ. ગામના પાદરે ટેકરો. ઊંટનાં ઢેકા જેવા ટેકરા પર નાનકડી દેરી અને આજુબાજુ ઊભેલાં નાનાં-મોટાં વૃક્ષોની ઝાડી હતી. ટેકરાની નીચે તળેટીમાં નાનકડી નિશાળ હતી. નિશાળમાં રિસેસનો ઘંટ વાગે કે તરત છોકરાં
-
સ્વીટુ-બિટ્ટુની બાર્બી ડૉલ
“સ્વીટુ! લે તારી ડૉલ!” પાપાએ ટૂરમાંથી આવતાંની સાથે જ બૂમ પાડી. સ્વીટુ દોડતી આવી. પાપાના હાથમાંથી બાર્બી ડૉલ લેતાં જ તે ખુશખુશ થઈ ગઈ. કેવી સુંદર હતી બાર્બી! તેની આંખો ચકરવકર થતી હતી. સ્વીટુ દોડી : “બિટ્ટુ! જો મારી બાર્બી! કેવી જીવંત છે!”
-
જાદુઈ વાંસળી
આનંદી અને મહેનતુ એક છોકરો. હીરો એનું નામ. પ્રામાણિક અને ઉદાર પણ ખરો. એની મા સાથે એક નાના ગામમાં રહે. બહુ નાનો હતો ત્યારે જ એણે એના પિતાને ગુમાવેલા. મજૂરી કરી જેમતેમ એની મા ગુજરાન ચલાવે. થોડાં વર્ષો રહીને એની મા પણ મૃત્યુ પામી. હીરો તો સાવ એકલો પડી
-
બિચારો ગધેડો
એક હતો ગધેડો. આખો દિવસ આમથી તેમ રખડતો રહેતો. નહિ કોઈ ધોબીનો નોકર કે નહિ કોઈ કુંભારનો ગુલામ. જ્યાં મન થાય ત્યાં રોકટોક વિના ચાલ્યો જાય. તેના પર હુકમ કરવાવાળું કોઈ નહોતું. આખો દિવસ પોતાની મસ્તીમાં ફર્યા કરતો. ગધેડો શહેરમાં હંમેશાં પોતાને વિશે