Famous Gujarati Free-verse on Bakri | RekhtaGujarati

બકરી પર અછાંદસ

ગાય, ભેંસની જેમ પશુધનમાં

બકરી પણ છે. બકરીનું દૂધ ઉપયોગી છે અને માંસાહારીઓ બકરીને ખોરાક તરીકે પણ જુએ છે. ઇસ્લામ સંસ્કૃતિમાં એક તહેવાર ‘બકરી ઈદ’ના નામે છે. લોકબોલીમાં ‘બકરી’ શબ્દ બીધેલ કે કમજોર વ્યક્તિ માટે વિશેષણ તરીકે વપરાય છે. ‘વાઘ–બકરી’ની બાળવાર્તા લોકપ્રિય છે. આ સિવાય બકરી આધારિત અનેક લોકકથા, બાળકથા અને બાળગીતો છે. બલી તરીકે બકરાનો ઉપયોગ થતો હોવાથી કોઈ ગુનામાં નિર્દોષ પર આળ મૂકી દોષી છટકી જાય તે રીતે ગુનેગાર ઠેરવાયેલ વ્યક્તિને ‘બલીનો બકરો’ કહેવાનો રૂઢિપ્રયોગ છે. બકરી પર ઘણાં કાવ્યો પણ લખાયાં છે, કેટલીક કવિતાઓના અંશ જોઈએ : મારા નામે ચોકડી હું તો ચોકડિયાળો જીવજી બકરી કંઠે આંચળ પકડી લટકે સત્યમ્ શિવજી (બહારવટિયાનું ગીત / અનિલ જોશી) ** જો પેલી બકરીનું બચ્ચું કૂદ કૂદ કૂદકા મારે; વાંકી ડોકે, ઠમ ઠમ ઠમકે કેવું હરખાયે ભારે! (બકરીનું બચ્ચું / નરસિંહરાવ દિવેટિયા) ** પેલી ગરોળી પાછી માગે છે એની તૂટેલી પૂંછડી એનો ઉપયોગ પૂરો થયો હોય તો પાછી વાળ વડીલ કવિની શ્રદ્ધાની ધોળી બકરી હલાલ કરવી છોડી દે ચન્દ્રનો કાટ ખાઈ ગયેલો સિક્કો ખિસ્સામાં શા લોભથી સંતાડી રાખ્યો છે? (ઓ રે ભાઈ કવિ / સુરેશ જોષી)

.....વધુ વાંચો

અછાંદસ(1)