બકરી પર બાળવાર્તાઓ
ગાય, ભેંસની જેમ પશુધનમાં
બકરી પણ છે. બકરીનું દૂધ ઉપયોગી છે અને માંસાહારીઓ બકરીને ખોરાક તરીકે પણ જુએ છે. ઇસ્લામ સંસ્કૃતિમાં એક તહેવાર ‘બકરી ઈદ’ના નામે છે. લોકબોલીમાં ‘બકરી’ શબ્દ બીધેલ કે કમજોર વ્યક્તિ માટે વિશેષણ તરીકે વપરાય છે. ‘વાઘ–બકરી’ની બાળવાર્તા લોકપ્રિય છે. આ સિવાય બકરી આધારિત અનેક લોકકથા, બાળકથા અને બાળગીતો છે. બલી તરીકે બકરાનો ઉપયોગ થતો હોવાથી કોઈ ગુનામાં નિર્દોષ પર આળ મૂકી દોષી છટકી જાય તે રીતે ગુનેગાર ઠેરવાયેલ વ્યક્તિને ‘બલીનો બકરો’ કહેવાનો રૂઢિપ્રયોગ છે. બકરી પર ઘણાં કાવ્યો પણ લખાયાં છે, કેટલીક કવિતાઓના અંશ જોઈએ : મારા નામે ચોકડી હું તો ચોકડિયાળો જીવજી બકરી કંઠે આંચળ પકડી લટકે સત્યમ્ શિવજી (બહારવટિયાનું ગીત / અનિલ જોશી) ** જો પેલી બકરીનું બચ્ચું કૂદ કૂદ કૂદકા મારે; વાંકી ડોકે, ઠમ ઠમ ઠમકે કેવું હરખાયે ભારે! (બકરીનું બચ્ચું / નરસિંહરાવ દિવેટિયા) ** પેલી ગરોળી પાછી માગે છે એની તૂટેલી પૂંછડી એનો ઉપયોગ પૂરો થયો હોય તો પાછી વાળ વડીલ કવિની શ્રદ્ધાની ધોળી બકરી હલાલ કરવી છોડી દે ચન્દ્રનો કાટ ખાઈ ગયેલો સિક્કો ખિસ્સામાં શા લોભથી સંતાડી રાખ્યો છે? (ઓ રે ભાઈ કવિ / સુરેશ જોષી)
બાળવાર્તા(8)
-
ઘુવડ, કાગડો અને કોયલ
લીમડાના ઝાડની એક નીચી ડાળી ઉપર એક ઘુવડ આરામથી બેઠું હતું. એટલામાં કયાંકથી એક છોકરો આવ્યો. એણે નજીકમાં કાદવ હતો એમાં જોરથી એક પથ્થર માર્યો. જમીન ભીની હતી. આજુબાજુ પાણી પણ હતું.
-
ગોળમટોળ બકરી ને નાનકડું ઘેટું
ગલા ગોવાળને ત્યાં ઘેટાઓનો પાર ન હતો. ચારેબાજુ નજર કરો તો હરતા-ફરતા પોચાં-પોચાં રૂના ઢગ જેવા ઘેટાં જ દેખાય. એ ઘેટાંઓ માથું નીચું કરીને સતત ઘાસમાં કશુંક શોધવામાં પડ્યાં હોય એવું લાગે. પણ ગલા ગોવાળ પાસે કંઈ એકલાં ઘેટાં
-
પપ્પુભાઈનો હેપી બર્થડે!
આજે પપ્પુભાઈનો જન્મદિવસ હતો. પપ્પુભાઈ જે દિવસની રાહ મહિનાથી જોઈ રહ્યા હતા તે આવી પહોંચ્યો હતો. તેઓ આજે આઠમું વર્ષ પૂરું કરી રહ્યા હતા. ગઈ કાલે રાત્રે મમ્મી-પપ્પાને અને મોટાં ભાઈ-બહેનને પોતાને આપવાની ભેટોની ચર્ચા કરતાં
-
ભટુડી
એક હતી ભટુડી. તેને સાત ભટુડાં હતાં. એક વાર ભટુડીને ઘર બાંધવાનો વિચાર થયો એટલે તે સડક ઉપર જઈને બેઠી ને માલનાં ગાડાંની રાહ જોવા લાગી. એટલામાં એક ગોળનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું
-
ટીલવી નામે બકરી એક!
એક હતી બકરી. બકરીના કપાળે ટીલું હતું. વિહો રબારી બકરીને ટીલવી કહી બોલાવતો. ટીલવી વિહા રબારીના વાડામાં રહેતી હતી. સવાર પડે. વિહો રબારી બકરીઓને ચરાવા લઈ જાય.
-
ટાઢા ટબૂકલાની વાર્તા
એક ડોશી હતી. તે એક કૂબામાં રહેતી હતી. વરસાદના દિવસો આવ્યા અને વરસાદ બહુ થયો. એટલે ડોશીના કૂબામાં ચારેકોર ચૂવા લાગ્યું, અનેક, ઠેકઠેકાણે પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં. ડોશીને ચૂવાથી બહુ જ ત્રાસ થવા લાગ્યો : ચૂવાનાં ટીપાં