રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆનંદ પર ગઝલો
પ્રસન્નતા. હર્ષ. સફળતા.
પ્રિય વ્યક્તિ કે તત્ત્વ સાથેનો મેળાપ, વિજય, પ્રાપ્તિ ટાંકણે અનુભવાતી પ્રફુલ્લતા. આનંદની રજૂઆત માટે સાહિત્યકારો પ્રકૃતિ કેટલી સરસ ખીલી છે એ વર્ણનની પરંપરા અનુસરતા રહ્યા છે. આનંદ સાર્વત્રિક અને અંગત બંને પ્રકારનો હોઈ શકે. સાહિત્યકૃતિમાં ‘કશુંક બને’ એ મૂળભૂત જરૂરિયાત છે. જે બને એ કાં હકારાત્મક હોય કાં નકારાત્મક અને હકારાત્મક હોય એમાં આનંદની સંભાવના હોય. કળાનું સર્જન અભિવ્યક્તિ માટે થયું અને કળાની અસર સંવેદનાત્મક હોય છે, જેમાં આનંદ મુખ્ય છે.