Munikumar Pandya Profile & Biography | RekhtaGujarati

મુનિકુમાર પંડ્યા

જાણીતા નિબંધકાર, વાર્તાકાર, વિવેચક અને સંપાદક

  • favroite
  • share

મુનિકુમાર પંડ્યાનો પરિચય

જન્મ 9 જાન્યુઆરી, 1939. મૂળ વતન બરવાળા (ઘેલાશા). બોટાદની શાળામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ભાવનગરની શામળદાસ કૉલેજમાં એમ. એ. સુધીનો અભ્યાસ. રમેશ મ. શુક્લના માર્ગદર્શન હેઠળ 'શ્રી રઘુવીર ચૌધરીના સમગ્ર સાહિત્યનો અભ્યાસ' વિષય પર પીએચ. ડી. મહુવા અને જૂનાગઢની કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમની પાસેથી ત્રણ વિવેચનગ્રંથ, એક અનુવાદ, સાત સંપાદન, એક લઘુનવલ, એક આત્મકથા, બે વાર્તાસંગ્રહ અને બે ચરિત્રનિબંધના સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમણે યુવાવસ્થામાં કૉલેજકાળ દરમ્યાન પ્રતિકાવ્યો લખેલા.