Hemant Dhorda Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હેમંત ધોરડા

કવિ અને વિવેચક

  • favroite
  • share

હેમંત ધોરડાનો પરિચય

હેમંત ધોરડાનો જન્મ અને ઉછેર પિતા કેશવલાલ અને માતા કલાબહેનને ત્યાં મુંબઈમાં થયો. મૉડર્ન સ્કૂલમાં કવિ પ્રહલાદ પારેખ પાસે ગુજરાતી વિષયનું શિક્ષણ મેળવ્યું. એમ. કોમ થઈને બૅન્કમાં અધિકારી તરીકે નોકરી કરી.

તેમની પાસેથી ‘અણસાર’ (1988) અને ‘અણસાર કેવળ’(2000) ગઝલસંગ્રહો ઉપરાંત ‘તાણાવાણા’ (2006), ‘તાણાવાણા-2’ નામે આધુનિક શાયરોના સંગ્રહોના પૃથક્કરણ કરતા કૃતિલક્ષી ગઝલવિવેચનના મહત્ત્વના ગ્રંથ મળે છે. તેમને ગઝલસર્જન બદલ વર્ષ 2017નો કલાપી ઍવૉર્ડ એનાયત થયો છે.