Dhiru Parikh Profile & Biography | RekhtaGujarati

ધીરુ પરીખ

જાણીતાં ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક

  • favroite
  • share

ધીરુ પરીખનો પરિચય

વીરમગામમાં જન્મ પછી ત્યાં મૅટ્રિક સુધીનું શિક્ષણ તેમણે લીધું હતું. તેમણે 1951માં મૅટ્રિક, 1955માં બી.., 1958માં એમ.. 1967માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. 1955થી તેઓ સી.યુ. શાહ કૉલેજમાં અધ્યાપક અને 1967થી 1969 સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન રહ્યા હતા. વઢવાણની મહિલા આર્ટ્સ કૉલેજમાં તેઓ આચાર્ય રહ્યા હતા અને પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષપદે રહ્યા. તેઓ ગુજરાતી કવિતાના દ્વૈમાસિકકવિલોકના તંત્રી હતા. સાહિત્યમાં તેમના યોગદાન બદલ 1971માં તેમને કુમાર ચંદ્રક એનાયત થયો હતો.

તેમની પાસેથીકંટકની ખુશબો’ (1964) નામે બાવીસ વાર્તાઓનો વાર્તાસંગ્રહ મળે છે. ‘ઉઘાડ’ (1979) તેમનો કાવ્યસંગ્રહ છે. પરંપરિત માત્રામેળ છંદની રચનાઓ તેમાં ખાસ ધ્યાનાર્હ છે. ‘આગિયા’ (1982) એમનો હાઈકુસંગ્રહ છે.

ગુજરાતી ગ્રંથાકાર શ્રેણી અંતર્ગત એમણેરાજેન્દ્ર શાહ’ (1977) પુસ્તક લખ્યું છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ (1978) એમનો શોધપ્રબંધ છે. ‘અત્રત્ય તત્રત્ય’ (1978)માં ગુજરાતી કવિઓની સાથે ભારતેતર કવિઓ વિશેના પરિચયલેખો છે. ‘નરસિંહ મહેતા’ (1981)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. ‘ક્ષરાક્ષર’ (1982)માં એમણે દયારામથી લઈને મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનનો પરિચય કરાવ્યો છે. ‘સમકાલીન કવિઓ’ (1983)માં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રાજેન્દ્ર શુક્લ, રાવજી પટેલ, આદિલ મન્સૂરી, વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય’ (1984)માં સાહિત્ય-અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે. ‘ઉભયાન્વય’ (1986)માં વિવેચનલેખો છે. ‘કાળમાં કોર્યાં નામ’ (1977)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે. 'નિષ્કુળાનંદ પદાવલી' (1981), ‘સાત મહાકાવ્યો’ (1983), ‘પંચ મહાકાવ્યો’ (1984), અનેટી. એસ. એલિયટ’ (1989) એમના સંપાદનગ્રંથો છે. ‘તુલનાત્મક સાહિત્ય’ (1984)  તુલનાત્મક સાહિત્યનો પરિચય આપતો લઘુગ્રંથ છે.