‘જશોદા! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે? જ૦ ૧
શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાખ્યું, જાન કીધું આ વાર રે. જ૦ ર
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે ! જ૦ ૩
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ? રહેવું નગર મુઝાર રે.' જ૦ ૪
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે. જ૦ પ
શોર કરતી ભલી બહુ આવી ટોળે વળી દશ-બાર રે !'
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે જ૦ ૬
‘jashoda! tara kanuDane sad karine war re;
awDi dhoom machawe wrajman, nahi koi puchhanhar re? ja0 1
shikun toDyun, goras Dholyun, ughaDine bar re;
makhan khadhun, weri nakhyun, jaan kidhun aa war re ja0 ra
khankhakhola karto hinDe, biye nahin lagar re;
mahi mathwani goli phoDi, aa shan kahiye laD re ! ja0 3
ware ware kahun chhun tamne, hwe na rakhun bhaar re;
nit uthine ketalun sahiye? rahewun nagar mujhar re ja0 4
‘maro kanji gharman huto, kyare ditho bahar re?
dahin dudhnan mat bharyan pan chakhe na lagar re ja0 pa
shor karti bhali bahu aawi tole wali dash bar re !
narsainyano swami sacho, juthi wrajni nar re ja0 6

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997