રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજશોદા પર પદ
કૃષ્ણનું સ્થાન ભારતમાં
ધાર્મિકતાને કારણે આદરણીય છે અને તેથી કૃષ્ણના નજીકના પાત્રો પણ લોકહૈયે છે. દેવકી પુત્ર કૃષ્ણનો ઉછેર નંદ અને જશોદાએ કર્યો હતો અને કૃષ્ણની બાળલીલાઓ દરમિયાન જશોદાના લાલનપાલનમાં કૃષ્ણ ઉછરી રહ્યા હતા. ત્યારે કૃષ્ણના વ્રજની ગોપીઓ સાથે મીઠા ઝગડા થતાં તેની ફરિયાદ ગોપીઓ જશોદાને કરતાં. આમ, કૃષ્ણની જીવનીના એક મહત્ત્વપૂર્ણ ભાગ સાથે જશોદાનું પાત્ર જોડાયેલું છે. જશોદાએ અન્યના પુત્રને જે પોતીકાપણા સાથે ઉછેર્યો એ બાબત વિવિધ સંજોગોમાં સંસારમાં અલગ અલગ સંદર્ભો સાથે સદીઓથી ઘટતી રહી છે. માટે પારકું સંતાન ઉછેરતી મા - જશોદા, જાણે સાહિત્યમાં સનાતન પાત્ર બની ગયું છે.