jashoda! tara kanuDane - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જશોદા! તારા કાનુડાને

jashoda! tara kanuDane

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જશોદા! તારા કાનુડાને
નરસિંહ મહેતા

‘જશોદા! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે? જ૦

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;

માખણ ખાધું, વેરી નાખ્યું, જાન કીધું વાર રે. જ૦

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;

મહી મથવાની ગોળી ફોડી, શાં કહીએ લાડ રે ! જ૦

વારે વારે કહું છું તમને, હવે રાખું ભાર રે;

નિત ઊઠીને કેટલું સહીએ? રહેવું નગર મુઝાર રે.' જ૦

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે?

દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે લગાર રે. જ૦

શોર કરતી ભલી બહુ આવી ટોળે વળી દશ-બાર રે !'

નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે જ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997