Explore Gujarati Muktak collection | RekhtaGujarati

મુક્તક

મુક્તક એ કોઈ વિચાર કે ઊર્મિને સચોટપણે અને લાઘવથી વ્યક્ત કરતું લઘુકદનું કાવ્યસ્વરૂપ છે. ગુજરાતી મુક્તકો એક, બે, ચાર કે પાંચ પંક્તિ સુધી વિસ્તરેલાં જોવા મળે છે. ગઝલકારોએ ચાર ચાર પંક્તિ ધરાવતાં મુક્તકો લખ્યાં છે. મુક્તકમાં કવિ પ્રતીક, કલ્પન, અલંકારનાં વિનિયોગ દ્વારા કોઈ એક ભાવ કે વિચારને એની તીવ્રતમ કક્ષાએ અભિવ્યક્ત કરતો હોય છે. સુન્દરમનું 'તને મેં ઝંખી છે' મુક્તક એનું ઉત્તમ ઉદાહરણ છે. મુક્તકો બહુધા છંદમાં અને અપવાદરૂપે ક્યારેક અછાંદસ લખાય છે.

.....વધુ વાંચો

અમૃત ઘાયલ

અગ્રગણ્ય ગઝલકાર, ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે જોડી આપનાર સર્જક

અશોક ચાવડા 'બેદિલ'

સમકાલીન કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક

આસિમ રાંદેરી

પરંપરાના અગ્રણી ગઝલકાર. 'કંકોતરી', 'જુઓ લીલા કૉલેજમાં જઈ રહી છે' વગેરે એમની જાણીતી રચનાઓ છે.

ઉમાશંકર જોશી

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

કૈલાસ પંડિત

ગઝલકાર અને સંપાદક

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક સર્જક

જલન માતરી

ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત ગઝલકાર

દલપતરામ

સુધારકયુગના કવિ અને ગદ્યકાર, એમનું 'બાપાની પીંપર' કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રારંભબિંદુ ગણાય છે.

બરકત વીરાણી 'બેફામ'

લોકપ્રિય ગઝલકાર, નવલિકાકાર અને નવલકથાકાર.

ભરત વિંઝુડા

જાણીતા કવિ અને ગઝલકાર

મુકુલ ચોક્સી

પ્રયોગશીલ અને પ્રણયરંગી ગઝલકાર

મનસુખલાલ ઝવેરી

ગાંધીયુગના અગ્રગણ્ય કવિ અને પ્રતિષ્ઠિત વિવેચક

મનહર મોદી

કવિ અને સંપાદક, આધુનિક ગઝલના પુરસ્કર્તાઓમાંના એક

મસ્ત મંગેરા

ગઝલકાર, નવલકથાકાર અને વાર્તાકાર

  • 1934 -

મુસાફિર પાલનપુરી

જાણીતા ગઝલકાર અને સંપાદક

માધવ રામાનુજ

જાણીતા ગુજરાતી ગીતકવિ અને નવલકથાકાર

યુસુફ બુકવાલા

પરંપરાના ગઝલકાર, તેમના ચોટદાર મુક્તકોના કારણે 'મુક્તક-સમ્રાટ' તરીકે જાણીતા

રઈશ મનીઆર

જાણીતા ગઝલકાર