musaphro - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે બધા તો!

મુસાફરો કેવળ થર્ડ ક્લાસના!

ઠાંસી ભરેલા અમ આમવર્ગમાં

ધસી ઘૂસીને.

બે (એક વા!) પાય મૂકી મુસીબતે,

ફૂટપાયરી પરે.

રહ્યા મજા ભોગવી વાયુયાનની!

કો બારણાને, સળિયા ગ્રહી, કે

જાણ્યા-અજાણ્યા સહપાન્થ કેરાં

કોણી-ખભો-કૉલર કોટ-જે ચડ્યું

હાથે-ગ્રહીને

લટકી, ટકીને

મુસાફરી રોજ અમે કરી રહ્યા.

પસાર છો કૈ વનવૃક્ષ, ખેતરો,

રસ્તા, નદી, રોજ સવારસાંજે-

ના યાદ કૈં!

ધ્યાન અમારું તો બધું ઠર્યું

થાક્યા પ્રસ્વેદભીના

છૂટી જતા હાથ અને ઘડી ઘડી

સરી જતા પાય સમાલવામાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 325)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004