રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રકૃતિ પર મુક્તપદ્ય
પ્રકૃતિ તો જીવનનું પીઠબળ
છે. સાહિત્યમાં પ્રકૃતિ સૌથી વધુ અસરદાર પ્રેરણાસ્રોત છે. કળાકૃતિઓમાં જે કંઈ રચાય છે એ પ્રકૃતિના પડઘા સમાન જ હોય છે. લોકસાહિત્ય પ્રકૃતિના મહિમાથી છલકાય છે અને ગીતો–લોકકથાનું અનન્ય અંગ રહ્યું છે. સાહિત્યમાં પ્રકૃતિ કથયિત્વના વાહક તરીકે આવે છે. કેમકે સાહિત્યકૃતિમાં કર્તાનું લક્ષ્ય ચોક્કસ કથાવસ્તુની માંડણી હોય છે અને એ માંડણી માટે લેખક સહજ તત્ત્વોનો વિનિયોગ કરતો હોય છે, જેમાં એક પ્રકૃતિ પણ છે. દાખલા તરીકે, ઝવેરચંદ મેઘાણીની ‘સોરઠ તારા વહેતા પાણી’ નવલકથામાં આવતું આ વાક્ય જુઓ : “ગાંડિયા! તેં માન્યું કે તું કાઠિયાણીને ધાવ્યો છે ને મેં તો કોઈ ફૂવડ બામણીનું જ દૂધ પીધું છે! પણ, બચ્ચા, તું ને હું બેય આ જો, પહાડને જ ધાવ્યા છીએ.” – અહીં પહાડ (પ્રકૃતિ) કઈ રીતે જીવનનો અંતરંગ હિસ્સો છે એ સજીવારોપણ અલંકાર તરીકે આવે છે. મરાઠી ભાષામાં અનિલ બર્વે લિખિત ‘થેન્ક યુ મી. ગ્લાડ’ અને એ જ નામે ગુજરાતીમાં વસુધા બહેન ઈનામદાર દ્વારા અનુદિત લઘુનવલમાં કેન્દ્રસ્થાને એક કડક સ્વભાવનો જેલ સુપ્રિટેન્ડન્ટ અને એક નકસલવાદી કેદી છે, પણ લેખકે જેલ સુપ્રિટેન્ડન્ટ સાહેબના કડપ અને નવલકથાના અંતમાં એમના કૃત્યની પ્રસંશા માટે પક્ષીઓના કલબલાટનો ઉપયોગ સૂચક રીતે કર્યો છે. અગમ પાલનપુરીના કેટલાક શેર : મેઘધનુષ્યની વરમાળા લઈ, રજકણ રજકણ વરતી વર્ષા. ** સોનું વેરી...વેરી... જાતો, અલગારી વણઝારો -તડકો, લઈ ચાલો તો શિર પર લીલા : તૃણ તૃણ લીલો ભારો -તડકો! ** હું ભલે તારી નજરમાં કૈં નથી; ધૂળ પણ ચૂમ્યા કરે છે ચાંદની. (અચરજ / ‘અગમ’ પાલનપુરી) ** સ્નેહરશ્મિના એક કાવ્યનો અંશ : દૂર દૂરના પહાડો નીરખે નેણાં એનાં ઝીલી આભ પાંખે ગાવા અધીર મેના (દીઠી ન તેને / સ્નેહરશ્મિ)