રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઊડી ઊડીને આવે પાછું મન મારું
વિશ્રામ પામવા
વૃક્ષઘટાની છાયામાં માળા ફેરવતા
દાદાની બેઠકમાં.
કથા સાંભળું બૃહદ્ સરિતસાગરની.
આવે પશુંપંખી ઘરઘરથી.
આખી સીમ પ્રેમની ભરતી.
વાણી વનવિહાર શો કરતી!
નદીઓ સરસ્વતીને મળતી.
ગાતી ધરાધામ ભીંજવતી.
હજીયે સવાર-સાંજે પર્ણ બનેલાં
પંખીના મેળામાં ભળવા
આંખેપાંખે ફરકું
સરકું ગુણાઢ્ય પાસે, અડાબીડ જંગલમાં...
દાદાએ જે સુણ્યાં પુરાણો સરવા કાને
અવતારે એ અલખ લોકને સબદ-સૂરમાં,
મારી ભીતર જાગેલા પંખીના ધ્યાને
નીલ ગગનમાં દ્વાર ઊઘડે,
ધરાધામ અજવાળે.
મારું સુખ એ શ્રવણ હતું.
ખેતરના શેઢે રાયણથડને અંગસંગ
જે વેલ ખીલેલી, ચાલે નભને રસ્તે,
કેવી ખિસકોલી!
હા, ખિસકોલીની પીઠ ઉપર,
લો કહો ટેરવાં કોનાં વને રમેલ?
ગર્વથી દોડંતી એ બની ફુવારો
મૂળ થકી તે ફૂલ સુધી
આકાશ આંબતો પળમાં જેણે સ્વરસેતુ જગવેલ.
મોરને નચવે છે બે ઢેલ,
વાડની ટોચે થોર છકેલ,
ધાવતા વાછરડાની ગેલ,
બાળ વાનરના ડાળે ખેલ.
ભલે હો
દાદાને ના પડતી કશી ખલેલ,
પૂછતાં સમજાવે :
પરબ્રહ્મ બિરાજે તેજમૂર્તિમાં
જ્ઞાની દેખે.
વિલય નહીં, સહવાસ પ્રભુનો ઝંખે...
શ્રમિત અંગ પર ગોરજરૂપી વસ્ત્ર ફરકતું,
વેણુનાદમાં ધરાધામ સંચરતું.
મઝિયારું આબાલવૃદ્ધ પ્રાણીનું.
ખેતરના રંગોનું તોરણ બની પૂર્વમાં પંખી ઊડે.
માતાએ સેવેલા સપનાં પાંખ પસારે...
શાસ્ત્ર ઋષિનું સ્વર્ગ વર્ણવે
મને ગમે એ.
કલ્પેલું પણ કાર્ય બને છે.
તરણા ટોચે તેજ રમે છે.
બંધ નેત્રમાં
દૃશ્ય, કોક અણદીઠ
ભવ્ય રમવા લાગે એ ક્ષણે
ચિત્ત સ્વર્ગીય હોય છે.
સૂર્ય,ચંદ્ર, તારા નવલખ પ્રત્યક્ષ થાય છે.
ગ્રહમંડિત બ્રહ્માંડ મધ્ય છે કથાકેન્દ્ર માનવ
થઈ સાવધ સબદ સાંભળે -
કલ્પેલું પરખાય, મુખોમુખ થાય
ધુણાનાં અંગારામાં સ્વર્ગછબિ વરતાય.
નેત્ર આ નમે.
સ્વર્ગ જે નિજ નિજનાં એ ભલે સુરક્ષિત રહે.
મને છે ઇષ્ટ સદા મુજ ધરાધામ.
તળની માટીની માયા રગમાં રમે.
ગોઠડી ગોકુળની બહુ ગમે.
જે દિને બાળ કનૈયે માખણ મૂકી
ખાધી માટી
માતાએ મુખડું ખોલાવી
નીરખેલું ને પરખેલું બ્રહ્માંડ રમ્ય
એ પળથી સઘળાં વનરાવન
મુજ ધરાધામ.
દાદા મારા ઘરખેતરને પડતાં મૂકી
ચાલેલા તીરથની વાટે.
શ્રૂંગબેર ને ચિત્રકૂટ ને પંચવટીથી
આગળ વધતાં પહોંચેલા કો અગમનિગમના ઘાટે
જ્યોતિર્લિંગને શક્તિપાઠની કથા કહે વનવાસી-વાટે.
પ્રદક્ષિણા પૂરી કરતા એ પાછા આવ્યા.
કહે પુત્રને લે આ વિદ્યા અગમનિગમની.
પુત્ર ખેડતા હતા ધરાને સહજ ઉમંગે.
માટીની સોડમને સંગે.
આદર આપી નમી ઘીરેથી કહે :
વાવશું બીજી વરાપે વિદ્યા સઘળી
ભલે બેસો છાંયે શેઢે,
જેને તમે દીઘેલું નામ
પરમનું ધરાધામ.
uDi uDine aawe pachhun man marun
wishram pamwa
wrikshaghtani chhayaman mala pherawta
dadani bethakman
katha sambhalun brihad saritsagarni
awe pashumpankhi gharagharthi
akhi seem premni bharti
wani wanawihar sho karti!
nadio saraswtine malti
gati dharadham bhinjawti
hajiye sawar sanje parn banelan
pankhina melaman bhalwa
ankhepankhe pharakun
sarakun gunaDhya pase, aDabiD jangalman
dadaye je sunyan purano sarwa kane
awtare e alakh lokne sabad surman,
mari bhitar jagela pankhina dhyane
neel gaganman dwar ughDe,
dharadham ajwale
marun sukh e shrwan hatun
khetarna sheDhe rayanathaDne angsang
je wel khileli, chale nabhne raste,
kewi khiskoli!
ha, khiskolini peeth upar,
lo kaho terwan konan wane ramel?
garwthi doDanti e bani phuwaro
mool thaki te phool sudhi
akash ambto palman jene swrsetu jagwel
morne nachwe chhe be Dhel,
waDni toche thor chhakel,
dhawta wachharDani gel,
baal wanarna Dale khel
bhale ho
dadane na paDti kashi khalel,
puchhtan samjawe ha
parabrahm biraje tejmurtiman
gyani dekhe
wilay nahin, sahwas prabhuno jhankhe
shramit ang par gorajrupi wastra pharakatun,
wenunadman dharadham sancharatun
majhiyarun abalwriddh praninun
khetarna rangonun toran bani purwman pankhi uDe
mataye sewela sapnan pankh pasare
shastr rishinun swarg warnwe
mane game e
kalpelun pan karya bane chhe
tarna toche tej rame chhe
bandh netrman
drishya, kok andith
bhawya ramwa lage e kshne
chitt swargiy hoy chhe
surya,chandr, tara nawlakh pratyaksh thay chhe
grahmanDit brahmanD madhya chhe kathakendr manaw
thai sawadh sabad sambhle
kalpelun parkhay, mukhomukh thay
dhunanan angaraman swargachhabi wartay
netr aa name
swarg je nij nijnan e bhale surakshit rahe
mane chhe isht sada muj dharadham
talni matini maya ragman rame
gothDi gokulni bahu game
je dine baal kanaiye makhan muki
khadhi mati
mataye mukhaDun kholawi
nirkhelun ne parkhelun brahmanD ramya
e palthi saghlan wanrawan
muj dharadham
dada mara gharkhetarne paDtan muki
chalela tirathni wate
shrungber ne chitrakut ne panchawtithi
agal wadhtan pahonchela ko agamanigamna ghate
jyotirlingne shaktipathni katha kahe wanwasi wate
prdakshina puri karta e pachha aawya
kahe putrne le aa widya agamanigamni
putr kheDta hata dharane sahj umange
matini soDamne sange
adar aapi nami ghirethi kahe ha
wawashun biji warape widya saghli
bhale beso chhanye sheDhe,
jene tame dighelun nam
paramanun dharadham
uDi uDine aawe pachhun man marun
wishram pamwa
wrikshaghtani chhayaman mala pherawta
dadani bethakman
katha sambhalun brihad saritsagarni
awe pashumpankhi gharagharthi
akhi seem premni bharti
wani wanawihar sho karti!
nadio saraswtine malti
gati dharadham bhinjawti
hajiye sawar sanje parn banelan
pankhina melaman bhalwa
ankhepankhe pharakun
sarakun gunaDhya pase, aDabiD jangalman
dadaye je sunyan purano sarwa kane
awtare e alakh lokne sabad surman,
mari bhitar jagela pankhina dhyane
neel gaganman dwar ughDe,
dharadham ajwale
marun sukh e shrwan hatun
khetarna sheDhe rayanathaDne angsang
je wel khileli, chale nabhne raste,
kewi khiskoli!
ha, khiskolini peeth upar,
lo kaho terwan konan wane ramel?
garwthi doDanti e bani phuwaro
mool thaki te phool sudhi
akash ambto palman jene swrsetu jagwel
morne nachwe chhe be Dhel,
waDni toche thor chhakel,
dhawta wachharDani gel,
baal wanarna Dale khel
bhale ho
dadane na paDti kashi khalel,
puchhtan samjawe ha
parabrahm biraje tejmurtiman
gyani dekhe
wilay nahin, sahwas prabhuno jhankhe
shramit ang par gorajrupi wastra pharakatun,
wenunadman dharadham sancharatun
majhiyarun abalwriddh praninun
khetarna rangonun toran bani purwman pankhi uDe
mataye sewela sapnan pankh pasare
shastr rishinun swarg warnwe
mane game e
kalpelun pan karya bane chhe
tarna toche tej rame chhe
bandh netrman
drishya, kok andith
bhawya ramwa lage e kshne
chitt swargiy hoy chhe
surya,chandr, tara nawlakh pratyaksh thay chhe
grahmanDit brahmanD madhya chhe kathakendr manaw
thai sawadh sabad sambhle
kalpelun parkhay, mukhomukh thay
dhunanan angaraman swargachhabi wartay
netr aa name
swarg je nij nijnan e bhale surakshit rahe
mane chhe isht sada muj dharadham
talni matini maya ragman rame
gothDi gokulni bahu game
je dine baal kanaiye makhan muki
khadhi mati
mataye mukhaDun kholawi
nirkhelun ne parkhelun brahmanD ramya
e palthi saghlan wanrawan
muj dharadham
dada mara gharkhetarne paDtan muki
chalela tirathni wate
shrungber ne chitrakut ne panchawtithi
agal wadhtan pahonchela ko agamanigamna ghate
jyotirlingne shaktipathni katha kahe wanwasi wate
prdakshina puri karta e pachha aawya
kahe putrne le aa widya agamanigamni
putr kheDta hata dharane sahj umange
matini soDamne sange
adar aapi nami ghirethi kahe ha
wawashun biji warape widya saghli
bhale beso chhanye sheDhe,
jene tame dighelun nam
paramanun dharadham
સ્રોત
- પુસ્તક : ધરાધામ (પૃષ્ઠ ક્રમાંક 59)
- સર્જક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2014