રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રાત:
સિન્ધુશય્યા પરે સૂતી સ્વપ્ન નીંદરમાં સરી,
આછેરાં અંચલો ધારી નગરદ્વીપ સુન્દરી;
મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સુરમો દૃગે,
ધીરેથી ઊછળે છાતી હૈયે શા હીરલા ઝગે;
મંદ શ્વાસ સમો વાયુ જેની સંગે રહ્યો રમી,
વેણીથી વીખરી છુટ્ટી છવાયેલી લટો સમી
રાત્રિના ભેજથી ભીની સ્નિગ્ધ ને શ્યામ શાંતિને
ટ્રેન ને ટ્રામનાં ચક્રે ચગદી – મારી ય ભ્રાંતિને
કે હું તો નીંદમાં, સ્વપ્ન જોતો શાશ્વત તે બધું –
ઘેરા ઘર્ઘર નાદથી કંપે એથી ય તે વધુ
દિશાઓ કંપવા લાગી આ અકસ્માત જોઈને.
પડેલું માર્ગની વચ્ચે શાંતિનું શબ, કોઈને
એની ના જાણ, ના ગંધ, કંપારી છૂટતાં ધ્રૂજે
માત્ર સૌ પથના દીવા, નેત્રો મીંચી જતા બૂઝે;
ક્ષિતિજે ડોકાતો સૂર્ય, પ્રેર્યો માત્ર કુતૂહલે,
(એક વાર ફરી કોઈ બ્હાને ઊગ્યો જ, તો ભલે!)
તાળવું ફાટતાંવેંત લોહી કેવુંક રેલતું,
આખાયે આભમાં રાતા રંગનું તેજ ફેલતું;
સીધાં સૌ ધાતુના માર્ગે, સમુદ્રે જે તરંગિત
સૂર્યનાં કિરણો કેવાં પ્રકાશે પ્રતિબિંબિત;
ભોંય-પે પાથર્યો ભેજ સૂર્યને શોષવો ઝટ,
હવામાં ઝૂલતું આછું ઝીણું ઝાકળનું પટ
છરીની ધાર-શા તીણા કિરણે શક્ય છેદવું;
આત્માનો ભેજ ને નેત્ર નિદ્રાનું ઘેન ભેદવું
કિન્તુ ના સ્હેલ, તે રાતો વધુ ને વધુ રોષમાં
તપ્ત તામ્ર સમો થાતો પાવકે પરિતોષમાં.
નિદ્રાનો આખરે ભંગ, વિહંગો સમ સૌ સ્મૃતિ
ટોળેટોળાં વળી બેઠી ચિત્તને વૃક્ષ, જાગૃતિ
ઉંદરે કૂદકો માર્યો ખૂલતી દૃગના દરે,
ભીતરે ભાગતો જ્યાં ત્યાં ચીસાચીસ કરે ડરે;
ભાગે બિલ્લીપગે છાનાં સ્વપ્નનાં પ્રેત (ક્યાં જતાં?)
અણુએ અણુમાં ધીરે પ્રવેશે છે સભાનતા.
આજુબાજુ હજુ ભીંતો છે એની એ જ કાલની,
ગતિ છે પાયમાં બન્ને હજુયે એ જ ચાલની;
અરીસે આકૃતિ જોતાં જીવતો જાગતો રહ્યો
આત્માને એમ આશ્ચર્ય આપતો નિજને લહ્યો;
એનો એ જ સ્વયં, એનું એ જ છે નામ, ના નવું;
હસીને પૂછવું એ જ પોતાને : આજ ક્યાં જવું?
નવી તારીખ તો માત્ર છાપામાં છાપવી, છતાં
ફાડ્યું કેલેન્ડરે પાનું કાલનું જીર્ણ થૈ જતાં;
વ્હીસલો, રેડિયો વા તો ટકોરા ટાવરે સુણી
(નિયમિત વ્યવસ્થામાં અહીં સૌ એમનાં ઋણી),
આઘીપાછી મિનિટોને મેળવી, ક્યાંય કાળની
કમાનો ના રખે છટકે, કાંડાની ઘડિયાળની
જાળવી જાળવી ચાવી દીધી એમ નવી ફરી,
બીજીથી બારણે તાળું દીધું ને ગજવે ધરી;
નીચે જૈ ઊતરી શોધે દિશા, જે નકશે જડી?
ગમે તે પંથની પ્હેરી જાણે પવનપાવડી.
જવું ક્યાં? કેમ? ને ક્યાંથી? નક્કી ના લક્ષ્યનું સ્થલ;
નરકે સ્વર્ગની યાત્રા, સોનેરી સ્વપ્નનું છલ.
ધૂંધળી ચીમનીઓથી ધૂમ્રલેખા નભે ચડે
નિઃશ્વાસો એમ અંકાતા લોપાતા ક્ષણ આથડે,
રાત્રિના સૌ પ્રલાપોના પ્રતિધ્વનિ પડ્યા કરે
ચ્હાનાં પ્યાલારકાબી જે હોટલે ખખડ્યા કરે
બગાસું ખાઈને ખાસ્સું, સુસ્તીથી જે ભરી ભરી
આંખો બે હાથથી ચોળી, અંગે આળસ જે નરી
ખંખેરી, ત્યાગતી શય્યા નગરદ્વીપ સુન્દરી,
સ્વર્ગની અપ્સરા વા તો સ્વપ્નના લોકની પરી
એનું શું પળમાં જાણે પશુમાં પરિવર્તન,
શિકારે નિત્યની જેમ આરંભે રુદ્ર નર્તન;
મુખે છે ગીતનો રાગ, મૃત્યુનો સુરમો દૃગે;
સૈકાથી સૌ સવારે આ કર્મનો ચરખો ચગે;
પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી,
નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ.
મધ્યાહ્ન
માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું?
વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું!
સૃષ્ટિ આ સપ્તરંગી જે સોહે છે ઇન્દ્રજાલ-શી;
નશો જ્યાં ઓસરી જાતાં ખોવાતી મસ્ત ખ્યાલ-શી;
ઘડી પ્હેલાં હતું જે કૈં એનું ના ચિહ્ન આ ઘડી;
ક્ષણો બે સાંધતી જાણે તૂટી ગૈ કાળની કડી;
અને સૌ આ ક્ષણે લાગે વજ્ર-શું દૃઢ જે નર્યું;
જુઠ્ઠું બુદબુદના જેવું મિથ્યા ને છલનાભર્યું
અને આ ક્ષણની પૂંઠે સૃષ્ટિ તે શીય રહૈ રમી?
અકલ્પ્ય આવનારા કો હવેના સપના સમી;
હમણાં પક્ષઘાતે શું ગાત્રેગાત્ર રહી જતું,
પછી સૌ હિમના જેવું ઓગળીને વહી જતું;
હમણાં એકઠું થૈ સૌ એકત્વે આકૃતિ ધરે,
પછી વિચ્છિન્ન થૈ છૂટું તૂટું તૂટું થતું ખરે;
હમણાં જીવતું જેના અણુએ અણુ સ્પંદતા,
પછી સૌ મૃત્યુની મૂર્છા માણે આલસ્ય મંદતા;
હમણાં રંગબેરંગી પરી કે અપ્સરા રમે,
પછી સૌ ભૂતના જેવું સ્મશાને ભમતું ભમે;
વિચિત્ર વર્ણની લીલા, આકારો સ્થિર ના થતા,
રહસ્યો કૌતુકો કેવાં એકે એકે અહીં છતાં;
આવાં તો કૈંક મધ્યાહ્ને દૃશ્યો દીસે ઊંધાંચતાં,
પ્હોળા સૌ પંથ ને જ્યારે પવનો પાતળા થતા.
જિપ્સી મધ્યાહ્ન વેગીલો મુઠ્ઠીઓ દૃઢ વાળતો,
દીર્ઘ કૈં શ્વાસ લેતો ને દૃષ્ટિથી સર્વ ખાળતો,
ઓચિંતો સ્તબ્ધ ને મૂઢ ચોંક્યો, થંભ્યો, ઠરી ગયો;
રોપાયો ભોંયમાં દીસે, ફાટી આંખે ફરી ગયો;
ભાવિ આ શ્હેરનું એણે જોયું કે શું અચાનક?
કવિની દૃષ્ટિથી જોયું એવું તે શું ભયાનક?
કંપતો અંગઅંગે શું એથી સિક્ત જ સ્વેદથી,
‘આવતું વાદળું દેખી’ નાખે નિશ્વાસ ખેદથી?
કે પછી હાથ માથે જ્યાં મૂક્યો સ્ટ્રૉહૅટ ના જડી?
કોની તે ફૂંકથી ઊંચે આકાશે એ ગઈ ચડી?
વાયુ તો સડકો વચ્ચે ચત્તોપાટ પડ્યો હવે,
લુખ્ખી યે ખાય ના ખાંસી, નિદ્રામાં યે નહીં લવે;
એથી તો વાયુનો યે ના પડછાયો અહીં પડે.
જુવે છે આમ ને તેમ શોધ્યું કોઈ નહીં જડે.
રંકના ભાગ્ય-શી સૂની, લાંબી આયુષ્યના સમી
પહોળી આ સડકોને નીચે જે ના કદી નમી
ભૂખરા પથ્થરોની આ અમીરી સૌ ઇમારતો
છાયાથી યે નહીં સ્પર્શે; રખે ઝીલે ન ભાર તો!
એથી તો સર્વ છાયાને પાયામાં નિજ પૂરતી
જાણે ચાલી જવા બીજે સંકોચે હોય ઝૂરતી!
જુવે છે દૂર તો જાણે દિશાઓ સર્વ ભીંસતી,
કાંજી પીને પડી કોરી કેવી અક્કડ દીસતી.
જુવે છે આભ તો નીલું, લીસું, પ્લાસ્ટિકનું નર્યું
પંખીનો ક્યાંય ના ડાઘો, લીંપેલું, સ્વચ્છ, નીતર્યું
કરચલી અભ્રની છે ના, અસ્ત્રીબંધ, ન ભાંગતું;
છતાં આશાવિહોણા કો હૈયા-શું શૂન્ય લાગતું.
જુવે છે દૃશ્ય ને સ્થિર શાન્તિ ચોમેર રહૈ દમી,
ગ્રંથના પૃષ્ઠ-પે જાણે છાપેલી પંક્તિના સમી;
વચ્ચે વચ્ચે જરી જે આ ટ્રામ કે બસ આવતી
લાલ પેન્સિલની લીટી તાણીને ઉપસાવતી.
સ્ટેન્ડ-પે એક આ ટેક્સી આવીને અહીં ક્યાંકથી
ક્યારની કોણ જાણે કે હાંફે છે બહુ થાકથી.
પોસ્ટરે ચીતર્યા માત્ર રીગલે બે જ માનવી,
મમી છે એ જ સૂતેલી મ્યુઝિયમેય, ના નવી.
કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે
શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે.
ક્ષણો આ -સૂર્યથી સજ્જ વેશ્યાશી—જે અહીં ફરે,
લટારો મારતી શોધે ઘરાકો પગથી પરે.
જડે ના માનવી એકે, ગયાં ક્યાં સહુ આ સમે?
સ્વપ્નની સિદ્ધિને કાજે આશાની સૃષ્ટિમાં રમે,
કચેરી કારખાનાંમાં યુદ્ધો જ્યાં નિત્યનાં મચે,
કાળને જીવતા કાજે કર્મના વ્યૂહ કૈં રચે.
રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો,
જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો.
સાયં
ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી,
મથ્યો આજે ય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી.
ચિતાનું ચિત્ર આ પેખી પોતાનું ભાવિ ભાખતા,
મૃત્યુશય્યા પરે સૂતા રુગ્ણો નિઃશ્વાસ નાંખતા.
આખું યે આભ તો જાણે વ્હીલું વ્હીલું રડી જશે,
એવું ઢીલું પડ્યું પોચું લાગે કે શું પડી જશે!
સમસ્ત દ્વીપ આ કેવો ઘડી તો ઓગળી ગયો,
વિશ્વે જે શૂન્યતા એની ભવ્યતામાં ભળી ગયો;
સમુદ્રે સૂર્ય તો ડૂબ્યો કિન્તુ એ તો તરી રહ્યો,
પ્રતીતિ આપતો એવી ચન્દ્ર આભે સરી રહ્યો;
ચોખાના લોટથી લીંપી રંગલો નિજ આસ્યને
શોકાન્ત નાટિકામાં શું રેલાવે મૂર્ખ હાસ્યને
શ્હેરના રાજમાર્ગો સૌ પાતળોને મળી જતા,
પમાતો પાર ના એવા વાંકાચૂંકા વળી જતા.
ઊંચાં સૌ આલયો ઊભાં પ્હેરો શું રાક્ષસો ભરે,
બળે સૌ બારીઓ એ તો ચક્ષુ અગ્નિ જહીં ઝરે.
બિલ્લી જે આ ગલીમાંથી જતી પેલી ગલી વિશે,
નિત્યના કર્મમાં લીન કોઈ ડાકણ એ મિષે.
અહીં યોગી સમા માત્ર પંથના દીપકો હસે,
નિષ્કંપ નેત્રથી – કેવી કરુણા ચિત્તમાં વસે!-
નિહાળે રમણીઓ જે લગ્ન નિત્ય નવાં કરે,
સરે જે સાથમાં સંગી એને જે બાહુમાં ધરે.
કાફેના દર્પણે શોભા સંકોરે વ્યસ્ત વેશની,
રંગે કૈં હોઠનું હાસ્ય, સમારે લટ કેશની,
કાયામાં કંપ કૉળે ત્યાં જાણે કો દિવ્ય રાસમાં
રાધા-શી રંગમાં નર્તે સંગે ડાન્સિંગ ક્લાસમાં;
રીગલે રમ્ય ચિત્રોનાં નેત્રમાં તેજ આંજતી,
ઘડી નિર્લજ્જ તો જાણે ઘડીમાં હોય લાજતી;
ગાંધર્વગીતના સૂરો અપ્સરાનાં નુપૂરના
શૂન્યની શાંતિમાં સર્જે સ્વર્ગસંગીત દૂરનાં,
વળી સુગંધ કૈં વ્હેતી મંદારપારિજાતની
અનંતે ઓપતી એથી ક્ષણો શ્યામલ રાતની.
અનંતે? ના, મનુષ્યોની મિથ્યા આ છલના નરી,
ક્ષણો બે સંગમાં રહેતી નામ જે ‘લલના’ ધરી.
આજે સિદ્ધ થશે એવી આશાથી દૃઢ મંડિત
સવારે સ્વપ્ન જે સેવ્યું સાંજે તો ભગ્ન ખંડિત.
અપૂર્ણ જિંદગીની આ શૂન્ય એકલતાતણું
રહસ્ય રમણી રૂપે પ્રગટ્યું, સત્ય એ ગણું,
પામું જો પાર હું એનો...કેવી આત્મપ્રતારણા!
મૃત્યુને જિંદગી માને એવી મુગ્ધ જ ધારણા
પૂર્ણ જ્યાં ભ્રમણા ત્યાં સૌ પાછા શૂન્ય ઘરે ફરે,
આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ જે મરે!
(પરંતુ કૈંક એવાંયે કે જે પાછાં ન હો ફર્યાં,
વળી છે કેટલાંયે જે જન્મતાં વેંત હો મર્યાં !)
ઓગળી જાય સૌ યાત્રી રાત્રિના અંધકારમાં
પુરાયાં એમ પોતાની છાયાના બંધ દ્વારમાં;
સૂર્ય તો આથમ્યો કિંતુ એના જે તેજમાં પડી
એમની શાંત છાયાઓ હજુયે અહીં જે ખડી,
બને, સૌ એકઠી થાતાં, રૂપ આ અંધકારનાં;
વસે ત્યાં તોય પોતાને ગણે છે (અંધ!) બ્હારના!
સ્મૃતિનાં શુષ્ક પર્ણો કૈં એમાં જ્યાં ત્યાં ખર્યાં કરે,
ક્ષુબ્ધ આ શ્યામ શાંતિને વારેવારે કર્યાં કરે!
નશામાં વાયુને વેગે કોણ આવું ચલાવતો?
જેથી આ અંધકારને એવો તો એ હલાવતો;
એમાંથી એક કો છાયા છૂટીને અળગી થતી,
આગવું રૂપ ધારીને સામે આવી થતી છતી;
પેલાં સૌ શુષ્ક પર્ણોને પીલતી નિજ પાયથી,
નિહાળી સાવ નીચું જે ઊભી અસ્પષ્ટ કાયથી;
અજાણી તોય જાણીતી જાણે શું કૈં કળી રહી,
મળી’તી તોય લાગે કે પ્હેલી વાર મળી રહી;
પોતાની તોય લાગે કે જાણે શું હોય પારકી,
પૃથ્વીની તોય લાગે કે જાણે શું હોય પારકી,
પૃથ્વીની તોય જે લાગી ડૅન્ટિને મન નારકી,
કરુણાર્દ્ર સ્વરે ક્હે છે: ‘મને ભૂલી ગયો? ભલા !
વિસ્મૃતિ, વંચના એ તો મનુષ્યોની હશે કલા!
આવતી કાલના સૂર્ય! તારું વ્યર્થ જ ઊગવું,
હોંસે હોંસે પ્રભાતે આ પૃથ્વીને તટ પૂગવું,
તેં જો આ સર્વને તારા તેજનો અંશ ના ધર્યો,
અપૂર્ણ માનવી માત્ર એને જો પૂર્ણ ના કર્યો;
સર્વના મુક્ત આત્મામાં તારુ તું વીર્ય સ્થાપજે,
આપે તો ભવ્ય કો મૃત્યુ ઇચ્છામૃત્યુ જ આપજે!’
pratah
sindhushayya pare suti swapn nindarman sari,
achheran anchlo dhari nagradwip sundri;
mukhe chhe mrityuno lep, gitno surmo drige,
dhirethi uchhle chhati haiye sha hirla jhage;
mand shwas samo wayu jeni sange rahyo rami,
wenithi wikhri chhutti chhawayeli lato sami
ratrina bhejthi bhini snigdh ne shyam shantine
tren ne tramnan chakre chagdi – mari ya bhrantine
ke hun to nindman, swapn joto shashwat te badhun –
ghera gharghar nadthi kampe ethi ya te wadhu
dishao kampwa lagi aa akasmat joine
paDelun margni wachche shantinun shab, koine
eni na jaan, na gandh, kampari chhuttan dhruje
matr sau pathna diwa, netro minchi jata bujhe;
kshitije Dokato surya, preryo matr kutuhle,
(ek war phari koi bhane ugyo ja, to bhale!)
talawun phattanwent lohi kewunk relatun,
akhaye abhman rata ranganun tej pheltun;
sidhan sau dhatuna marge, samudre je tarangit
surynan kirno kewan prkashe pratibimbit;
bhonya pe patharyo bhej suryne shoshwo jhat,
hawaman jhulatun achhun jhinun jhakalanun pat
chharini dhaar sha tina kirne shakya chhedwun;
atmano bhej ne netr nidranun ghen bhedawun
kintu na shel, te rato wadhu ne wadhu roshman
tapt tamr samo thato pawke paritoshman
nidrano akhre bhang, wihango sam sau smriti
toletolan wali bethi chittne wriksh, jagriti
undre kudko maryo khulti drigna dare,
bhitre bhagto jyan tyan chisachis kare Dare;
bhage billipge chhanan swapnnan pret (kyan jatan?)
anue anuman dhire prweshe chhe sabhanta
ajubaju haju bhinto chhe eni e ja kalni,
gati chhe payman banne hajuye e ja chalni;
arise akriti jotan jiwto jagto rahyo
atmane em ashcharya aapto nijne lahyo;
eno e ja swayan, enun e ja chhe nam, na nawun;
hasine puchhawun e ja potane ha aaj kyan jawun?
nawi tarikh to matr chhapaman chhapwi, chhatan
phaDyun kelenDre panun kalanun jeern thai jatan;
whislo, reDiyo wa to takora tawre suni
(niymit wywasthaman ahin sau emnan rini),
aghipachhi minitone melwi, kyanya kalni
kamano na rakhe chhatke, kanDani ghaDiyalni
jalwi jalwi chawi didhi em nawi phari,
bijithi barne talun didhun ne gajwe dhari;
niche jai utri shodhe disha, je nakshe jaDi?
game te panthni pheri jane pawanpawDi
jawun kyan? kem? ne kyanthi? nakki na lakshyanun sthal;
narke swargni yatra, soneri swapnanun chhal
dhundhli chimniothi dhumrlekha nabhe chaDe
nishwaso em ankata lopata kshan athDe,
ratrina sau prlapona pratidhwani paDya kare
chhanan pyalarkabi je hotle khakhaDya kare
bagasun khaine khassun, sustithi je bhari bhari
ankho be haththi choli, ange aalas je nari
khankheri, tyagti shayya nagradwip sundri,
swargni apsara wa to swapnna lokani pari
enun shun palman jane pashuman pariwartan,
shikare nityni jem arambhe rudr nartan;
mukhe chhe gitno rag, mrityuno surmo drige;
saikathi sau saware aa karmno charkho chage;
pame sansar aa saro sphurti ne tajagi nawi,
niwritti mantan tyare matr weshya ane kawi
madhyahn
mayawi nagriman te hashe ashakya shun kashun?
winjhe jyan raat ne dhaDo jadui koi phoonk shun!
srishti aa saptrangi je sohe chhe indrjal shee;
nasho jyan osari jatan khowati mast khyal shee;
ghaDi phelan hatun je kain enun na chihn aa ghaDi;
kshno be sandhti jane tuti gai kalni kaDi;
ane sau aa kshne lage wajr shun driDh je naryun;
juththun budabudna jewun mithya ne chhalnabharyun
ane aa kshanni punthe srishti te sheey rahai rami?
akalpya awnara ko hawena sapna sami;
hamnan pakshghate shun gatregatr rahi jatun,
pachhi sau himna jewun ogline wahi jatun;
hamnan ekathun thai sau ekatwe akriti dhare,
pachhi wichchhinn thai chhutun tutun tutun thatun khare;
hamnan jiwatun jena anue anu spandta,
pachhi sau mrityuni murchha mane alasya mandta;
hamnan rangberangi pari ke apsara rame,
pachhi sau bhutna jewun smshane bhamatun bhame;
wichitr warnni lila, akaro sthir na thata,
rahasyo kautuko kewan eke eke ahin chhatan;
awan to kaink madhyahne drishyo dise undhanchtan,
phola sau panth ne jyare pawno patala thata
jipsi madhyahn wegilo muththio driDh walto,
deergh kain shwas leto ne drishtithi sarw khalto,
ochinto stabdh ne mooDh chonkyo, thambhyo, thari gayo;
ropayo bhonyman dise, phati ankhe phari gayo;
bhawi aa shheranun ene joyun ke shun achanak?
kawini drishtithi joyun ewun te shun bhayanak?
kampto angange shun ethi sikt ja swedthi,
‘awatun wadalun dekhi’ nakhe nishwas khedthi?
ke pachhi hath mathe jyan mukyo strauhet na jaDi?
koni te phunkthi unche akashe e gai chaDi?
wayu to saDko wachche chattopat paDyo hwe,
lukhkhi ye khay na khansi, nidraman ye nahin lawe;
ethi to wayuno ye na paDchhayo ahin paDe
juwe chhe aam ne tem shodhyun koi nahin jaDe
rankna bhagya shi suni, lambi ayushyna sami
paholi aa saDkone niche je na kadi nami
bhukhra paththroni aa amiri sau imarto
chhayathi ye nahin sparshe; rakhe jhile na bhaar to!
ethi to sarw chhayane payaman nij purti
jane chali jawa bije sankoche hoy jhurti!
juwe chhe door to jane dishao sarw bhinsti,
kanji pine paDi kori kewi akkaD disti
juwe chhe aabh to nilun, lisun, plastikanun naryun
pankhino kyanya na Dagho, limpelun, swachchh, nitaryun
karachli abhrni chhe na, astribandh, na bhangatun;
chhatan ashawihona ko haiya shun shunya lagatun
juwe chhe drishya ne sthir shanti chomer rahai dami,
granthna prishth pe jane chhapeli panktina sami;
wachche wachche jari je aa tram ke bas awati
lal pensilni liti tanine upsawti
stenD pe ek aa teksi awine ahin kyankthi
kyarni kon jane ke hamphe chhe bahu thakthi
postre chitarya matr rigle be ja manawi,
mami chhe e ja suteli myujhiymey, na nawi
kapheman samsama be arisa nijne lahe
shunyatw ekbijanun anante wistri rahe
kshno aa surythi sajj weshyashi—je ahin phare,
lataro marti shodhe gharako pagthi pare
jaDe na manawi eke, gayan kyan sahu aa same?
swapnni siddhine kaje ashani srishtiman rame,
kacheri karkhananman yuddho jyan nitynan mache,
kalne jiwta kaje karmana wyooh kain rache
rahasyo kautuko awan chhanomano lahi jato,
jipsi madhyahn wegilo phari pachho wahi jato
sayan
pharine athamyo surya mand ne glan khedthi,
mathyo aaje ya te wyarth ethi to sikt swedthi
chitanun chitr aa pekhi potanun bhawi bhakhta,
mrityushayya pare suta rugno nishwas nankhta
akhun ye aabh to jane whilun whilun raDi jashe,
ewun Dhilun paDyun pochun lage ke shun paDi jashe!
samast dweep aa kewo ghaDi to ogli gayo,
wishwe je shunyata eni bhawytaman bhali gayo;
samudre surya to Dubyo kintu e to tari rahyo,
pratiti aapto ewi chandr aabhe sari rahyo;
chokhana lotthi limpi ranglo nij asyne
shokant natikaman shun relawe moorkh hasyne
shherna rajmargo sau patlone mali jata,
pamato par na ewa wankachunka wali jata
unchan sau aalyo ubhan phero shun rakshso bhare,
bale sau bario e to chakshu agni jahin jhare
billi je aa galimanthi jati peli gali wishe,
nityna karmman leen koi Dakan e mishe
ahin yogi sama matr panthna dipko hase,
nishkamp netrthi – kewi karuna chittman wase!
nihale ramnio je lagn nitya nawan kare,
sare je sathman sangi ene je bahuman dhare
kaphena darpne shobha sankore wyast weshani,
range kain hothanun hasya, samare lat keshni,
kayaman kamp kaule tyan jane ko diwya rasman
radha shi rangman narte sange Dansing klasman;
rigle ramya chitronan netrman tej anjti,
ghaDi nirlajj to jane ghaDiman hoy lajti;
gandharwgitna suro apsranan nupurna
shunyni shantiman sarje swargsangit durnan,
wali sugandh kain wheti mandarparijatni
anante opti ethi kshno shyamal ratni
anante? na, manushyoni mithya aa chhalna nari,
kshno be sangman raheti nam je ‘lalana’ dhari
aje siddh thashe ewi ashathi driDh manDit
saware swapn je sewyun sanje to bhagn khanDit
apurn jindgini aa shunya ekaltatanun
rahasya ramni rupe prgatyun, satya e ganun,
pamun jo par hun eno kewi atmaprtarna!
mrityune jindgi mane ewi mugdh ja dharna
poorn jyan bhramna tyan sau pachha shunya ghare phare,
a to sau nitya janme ne pachhan nitya ja je mare!
(parantu kaink ewanye ke je pachhan na ho pharyan,
wali chhe ketlanye je janmtan went ho maryan !)
ogli jay sau yatri ratrina andhkarman
purayan em potani chhayana bandh dwarman;
surya to athamyo kintu ena je tejman paDi
emni shant chhayao hajuye ahin je khaDi,
bane, sau ekthi thatan, roop aa andhkarnan;
wase tyan toy potane gane chhe (andh!) bharna!
smritinan shushk parno kain eman jyan tyan kharyan kare,
kshubdh aa shyam shantine wareware karyan kare!
nashaman wayune wege kon awun chalawto?
jethi aa andhkarne ewo to e halawto;
emanthi ek ko chhaya chhutine algi thati,
agawun roop dharine same aawi thati chhati;
pelan sau shushk parnone pilti nij paythi,
nihali saw nichun je ubhi aspasht kayathi;
ajani toy janiti jane shun kain kali rahi,
mali’ti toy lage ke pheli war mali rahi;
potani toy lage ke jane shun hoy paraki,
prithwini toy lage ke jane shun hoy paraki,
prithwini toy je lagi Dentine man naraki,
karunardr swre khe chheh ‘mane bhuli gayo? bhala !
wismriti, wanchna e to manushyoni hashe kala!
awati kalna surya! tarun wyarth ja ugawun,
honse honse prbhate aa prithwine tat pugawun,
ten jo aa sarwne tara tejno ansh na dharyo,
apurn manawi matr ene jo poorn na karyo;
sarwna mukt atmaman taru tun wirya sthapje,
ape to bhawya ko mrityu ichchhamrityu ja apje!’

ડૅન્ટિ : દાંતે. દાંતેની એક કવિતાનો અહીં સંદર્ભ છે. દાંતે અલીગીયારી (૧૨૬૫-૧૩૨૧) ઇટાલિયન કવિ, લેખક અને ફિલસૂફ હતા. ડિવાઇન કોમેડી એમનું વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્ય છે. કવિતાઓ કેવળ વિદ્વાનોને સુલભ એવી લેટિન ભાષામાં લખવાનું ચલણ હતું ત્યારે દાંતેએ સ્થાનિક ઈટાલીયન ભાષામાં લખવું શરૂ કર્યું હતું અને એમના લખાણના પગલે ઇટાલિયન ભાષામાં સાહિત્ય સર્જનની શરૂઆત થઈ હતી.
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004