Famous Gujarati Metrical Poem on Bapor | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બપોર પર છંદોબદ્ધ કાવ્ય

બે પ્રહરનું અપભ્રંશ,

દિવસના બે પ્રહર વિત્યા પછીનો સમય, મધ્યાહ્ન. બપોર પરથી ‘બપોરિયું’ શબ્દ બન્યો છે, જેનો અર્થ બપોરનું કે બપોરને લગતું એવો થાય છે. લોકબોલીમાં ઢળતી બપોરના ભોજનને ‘બપોરિયું’ કહે છે. બપોરે સૂરજનો તાપ એની પરાકાષ્ઠાએ હોય છે, તેથી વહેવારમાં આ સમયને ‘ખરા બપોર’ કહે છે. ‘ખરા બપોર’ નામે જયંત ખત્રીની વાર્તા પણ છે અને વાર્તાસંગ્રહ પણ. પ્રદ્યુમ્ન તન્નાના કાવ્યસંગ્રહ ‘છોળ’માં ‘ટાઢી બપોર’ અને ‘ભાદરવી બપોર’ શીર્ષકના બે બપોરી કાવ્યો છે. એ સિવાય કેટલીક ઉલ્લેખનીય કવિતાઓના અંશ જોઈએ : બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે જવાનો હોય નહીં ક્યાંય એમ ઊભો છે એ ધ્યાન રાખે કે શ્વાસો ન ખાય ગડથોલાં ખબર છે એને કે આગળ હવામાં ખાડો છે (બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે / હેમંત ધોરડા) ** સાંતીડે બપ્પોર ચડે ને ભૂખ્યો સૂરજ બળદ તણી ખાંધેથી ઊતરી બાવળના કંજૂસ છાંયડે ટીમણ ક૨વા જાય. (બપોર / માધવ રામાનુજ) ** ખડ ખડ હસતી ખડ ખડ બિહામણી આ ઊડે બપોર. મસાણમાં ભડકે આળોટે રાખ ધૂળના ભરે ફાકડા વાંભ ઊછળે શીશ-ઝંટિયા. (બપોર / નલિન રાવળ)

.....વધુ વાંચો