jhulan wanjhari - Lokgeeto | RekhtaGujarati

ઝૂલણ વણઝારી

jhulan wanjhari

ઝૂલણ વણઝારી

ગેગલીનાં ફૂલ રાતાં, કે ઝૂલણ વણઝારી!

એની માનેતીને તોડા વસાયા,

કે મારીસારૂ કશું લાયા; કે ઝૂલણ વણઝારી !

તું હૈડામાં ઓસું લાઈશ,

કે તારી સારૂ કાલે વસાવીશ; કે ઝૂલણ વણઝારી!

ગેગલીનાં ફુલ રાતાં, કે ઝૂલણ વણઝારી!

એની માનેતીને લોકીટ વસાયાં,

કે મારી સારૂ કશું ના લાયા; કે ઝૂલણ વણઝારી!

તું રૂદિયામાં ઓસું લાઈશ,

કે તારી સારૂ કાલે વસાવીશ; કે ઝૂલણ વણઝારી!

ગેગલીના ફૂલ રાતાં, કે ઝૂલણ વણઝારી!

એની માનેતીને ચૂડી વસાવી,

કે મારી સારૂ કશું લાયા, કે ઝૂલણ વણઝારી!

તું મનડાંમાં ઓસું લાઈશ,

કે તારી સારૂ કાલે વસાઈશ; કે ઝૂલણ વણઝારી!

ગેગલીનાં ફૂલ રાતાં, કે ઝૂલણ વણઝારી!

એની માનેતીને કલ્લા વસાયાં,

કે મારી સારૂ કશું લાયા; કે ઝૂલણ વણઝારી!

તું હૈડામાં ઓસું લાઈશ,

કે તારી સારૂ કાલે વસાઈશ; કે ઝૂલણ વણઝારી!

ગેગલીનાં ફૂલ રાતાં, કે ઝૂલણ વણઝારી!

એની માનેતીને કાપડું વસાયું,

કે મારી સારૂ કશું લાયા; કે ઝૂલણ વણઝારી!

તું રૂદિયામાં ઓસું લાઈશ,

કે તારી સારૂ કાલે વસાઈશ; કે ઝૂલણ વણઝારી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968