Famous Gujarati Lokgeeto on Aansu | RekhtaGujarati

આંસુ પર લોકગીતો

આંખમાં કોઈ પણ કારણથી

દુખાવો થતાં ઉમટી આવતું પાણી જે ટીપે ટીપે સરે. ક્યારેક ઝડપી પવન કે બદલાયેલા હવામાનને કારણે પણ આંખમાં પાણી ઝમે અને ત્રીજું જાણીતું નિમિત્ત તે માણસ દુઃખમાં, કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક પીડા કે આનંદ સહન ન કરી શકે ત્યારે પ્રતિક્રિયા રૂપે રડી પડે તે. આ ઉપરાંત આંસુ, કરુણા, વેદના, દુઃખ, મમતા, ચિંતા કે હતાશાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. દુઃખ અને સુખના આંસુઓમાં નરી આંખે પરખાય એવો કોઈ ભેદ નથી હોતો. રમેશ પારેખની કાવ્ય પંક્તિ છે : ‘આંખોને અંગત પગરખાં જેવું આંસુ મળ્યું’તું તેને આ કંટક–નગરમાં લૂંટવાની કથા છે,’ અહીં આંસુ કેવળ એક દુઃખ નહીં, પણ એક આખી ઘટના દર્શાવે છે.

.....વધુ વાંચો