wrajman anand - Lokgeeto | RekhtaGujarati

વ્રજમાં આનંદ

wrajman anand

વ્રજમાં આનંદ

આજ આનંદ નંદજીને ઘેર રે.

વ્રજમાં થાય છે લીલા લ્હેર રે.

ગોપી નૃત્ય આનંદભરી આવે રે.

થાળ ભરી મોતીનો લૈ આવે રે.

મારા વા’લાને વગતે વધાવે રે.

મારો વા’લો ગોરા, ને કુબજા કાળી રે.

કાળી કુબજાએ કામણ કીધાં રે.

મારા વા’લાનાં મન હરી લીધાં રે.

ધન્ય ધન્ય ગોકુળિયાંની ગાયું રે

મેં તો મથુરા ચારી ને જમના પાયું રે.

ધન્ય ધન્ય જમનાજીની રેતી રે.

હું તો નત્ય ચરણામત લેતી રે.

હું તો નત્ય લેતી ને લેવરાવતી રે.

હું તો હેત પરભુજીનાં ગાતી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968