કૃષ્ણ પર લોકગીતો
કૃષ્ણની રસિકતાને કારણે
તેઓ મધ્યકાલીન અનેક પ્રેમલક્ષણા કાવ્યો અને ભક્તિરચનાના કેન્દ્રમાં રહ્યા છે. આ પૌરાણિક પાત્રમાં સાહસ, કુનેહ અને પ્રેમ-શૃંગાર રસિકતાના લક્ષણો જોડાયેલા છે. ઉપરાંત કૃષ્ણનો વર્ણ શ્યામ હોવાથી કાળા રંગને ‘કૃષ્ણ’ વિશેષણ મળ્યું છે. કૃષ્ણની પ્રતિભા રસિકપ્રેમી, ઉત્કૃષ્ટ વાંસળીવાદક, નિર્ભીક યોદ્ધા, કુનેહપૂર્ણ રાજદ્વારી અને અતિ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકેની છે.