shun kariye? - Lokgeeto | RekhtaGujarati

શું કરીએ?

shun kariye?

શું કરીએ?

ગોપી હાલી પાણી ભરવા, કાનો ઉભો મારગ રોકી,

જશોદાની લજ્જા લોપી, રે કૃષ્ણ હરિ;

ગોપી હાલી ગાયું દો’વા, કાનો હાલ્યો વાંસે જોવા,

આવા દુઃખડાં કેને કેવાં? રે કૃષ્ણ હરિ.

ગોપી હાલી વસતર પે’રવા, કાને લીધો છેડો તાણી,

કાનુડાને લીધો જામી, રે કૃષ્ણ હરિ;

ગોપી હાલી છાસું કરવા, કાને નાખી ગોરી ફોડી,

કાનુડાને મળી જોડી, રે કૃષ્ણ હરિ,

હવે કા’ના રે’વા દ્યો ને, મારગ અમને જાવા દ્યોને,

હવે તમને શું રે કહીએ? રે કૃષ્ણ હરિ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968