જળ જમના ના’વા
jal jamna na’wa
ચાલો જળ જમના રે હો ના’વા;
વા’લો મારો આવશે ગોધન પાવા.
ગોવાળોની મંડળી રે હો લઈને;
વા’લા મારો નાચશે થૈ થૈ કરીને.
જોજો એની ચાલ્યનો રે હો ચટકો,
કાંધે જેને કામળડીનો રે કટકો.
દાણી થઈ દાણને રે હો લૂંટો;
દાણને સાટે દેશું એને અંગુઠો.
અંગુઠો તો આપની પાસે રે હો રે’શે;
આજ ગોપી આનંદ સુખડાં રે લેશે.
ચાલો જળ જમના રે હો ના’વા.
chalo jal jamna re ho na’wa;
wa’lo maro awshe godhan pawa
gowaloni manDli re ho laine;
wa’la maro nachshe thai thai karine
jojo eni chalyno re ho chatko,
kandhe jene kamalDino re katko
dani thai danne re ho lunto;
danne sate deshun ene angutho
angutho to aapni pase re ho re’she;
aj gopi anand sukhDan re leshe
chalo jal jamna re ho na’wa
chalo jal jamna re ho na’wa;
wa’lo maro awshe godhan pawa
gowaloni manDli re ho laine;
wa’la maro nachshe thai thai karine
jojo eni chalyno re ho chatko,
kandhe jene kamalDino re katko
dani thai danne re ho lunto;
danne sate deshun ene angutho
angutho to aapni pase re ho re’she;
aj gopi anand sukhDan re leshe
chalo jal jamna re ho na’wa



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 198)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968