aawo sati - Lokgeeto | RekhtaGujarati

આવો સતી

aawo sati

આવો સતી

મારી શેરડીએ સોપારીનાં ઝાડવાં,

સોપારી લેવા આવો સતી...

આણીમેર આવો મારી મેનાવટી,

મેનાવટી તો મારી નજરે હતી.

મારી શેરડીએ વરિયારીનાં ઝાડવાં,

વરિયારી લેવા આવો સતી...

આણીમેર આવો મારી મેનાવટી,

મેનાવટી તો મારી નજરે હતી.

મારી શેરડીએ એલકડીના છોડવા,

એલકડી લેવા આવો સતી...

આણીકોર આવો મારી મેનાવટી,

મેનાવટી તો મારી નજરે હતી.

મારી શેરડીએ લવિંગના છોડવા,

લવિંગ લેવા આવો સતી...

આણીકોર આવો મારી મેનાવટી,

મેનાવટી તો મારી નજરે હતી.

રસપ્રદ તથ્યો

વિરમગામ તાલુકાના કરકથળ ગામના એક બહેને સંપડાવેલું ગીત છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968