પઢાર સમુદાયનાં લોકગીત પર લોકગીતો
પઢારો સૌરાષ્ટ્ર-ગુજરાતની
સરહદ પર આવેલ નળસરોવરના કાંઠા પરના બાર ગામોમાં વસે છે. તે જાતિનો સ્વભાવ છે કે તેમના સિવાય અન્ય જાતિના સ્ત્રી-પુરુષોના સંપર્કમાં ન આવવું, અને તેમાંય ભદ્ર સમાજના તો ઓછામાં ઓછા સંપર્કમાં આવવું. પરિણામે, અદ્યાપિ પર્યંત તેઓ તેમના જીવનની બધી રેખાઓ અકબંધ સાચવી શક્યા હતા. સ્વરાજ આવ્યા પછી તે માનસમાં ધીરે ઘીરે પરિવર્તન થવા લાગ્યું છે. તે જાતિ ગાવાની, નાચવાની બહુ શોખીન છે. જ્યાં તેમણે નવું ગીત સાંભળ્યું, કે તે ગીત પોતાને ત્યાં લાવીને તેઓ ગાવાના. એ કારણે તેમનાં લોકગીતોમાં તેમના પડોશી ભાલ પ્રદેશનાં અનેક ગીતો આજે મળે છે.