Famous Gujarati Lokgeeto on Aamantran | RekhtaGujarati

આમંત્રણ પર લોકગીતો

નોતરું. ઇજન. વાચ્યાર્થમાં

આ એક ક્રિયા છે, જેમાં કોઈ વ્યક્તિને કશેક આવવા કહેણ કે કોઈ માધ્યમ દ્વારા જણાવવામાં આવે. સાહિત્યિક સ્વરૂપમાં આમંત્રણ શબ્દો કે કહેણમાં સીમિત ન રહી ભાવ રૂપે કે આંગિક સંકેત રૂપે પણ હોઈ શકે અને આમંત્રણ આપનાર કે પામનાર હાડમાંસવાળું જણ ન પણ હોય. જેમકે વેણીભાઈ પુરોહિતના ગીત ‘મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે’ ગીતમાં આમંત્રણ આપનાર કોઈ વ્યક્તિ નથી! રામનારાયણ પાઠકની કવિતા ‘સિન્ધુનું આમંત્રણ’માં કવિએ એવી કલ્પના રજૂ કરી છે કે જીવનસાગર ગરવા ગીતો ગાવા મનુષ્યોને તેડે છે!

.....વધુ વાંચો