tamne samay nathi ane maro samay nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમને સમય નથી અને મારો સમય નથી

tamne samay nathi ane maro samay nathi

બાપુભાઈ ગઢવી બાપુભાઈ ગઢવી
તમને સમય નથી અને મારો સમય નથી
બાપુભાઈ ગઢવી

તમને સમય નથી અને મારો સમય નથી;

કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી!

વીસરી જવું વાત મારા હાથ બહાર છે,

ને યાદ રાખવું તમારો વિષય નથી!

રોકી રહી છે તમને તમારી શરમ, અને

મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી!

હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,

પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી!

એવું નથી કે એળે ગઈ મારી ઝંખના

એવું નથી કે સાવ તમારે હૃદય નથી!

સ્રોત

  • પુસ્તક : કે નદી વચ્ચે છીએ? (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2003