tamarun sukh kashe pharwa gayun chhe, awshe beso! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે...બેસો!

tamarun sukh kashe pharwa gayun chhe, awshe beso!

કિરણસિંહ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ
તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે...બેસો!
કિરણસિંહ ચૌહાણ

તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે..બેસો!

અચાનક આવી તમને એકદમ ચોંકાવશે...બેસો!

ઘણી ચીજો સતત ઊભા થવા લલચાવશે...બેસો!

ફરી ઊભા થશો તો બેસવું નહિ ફાવશે...બેસો!

તમે લાંબો સમય જો અવગણો એને તો નહિ ચાલે,

પછી પોતાની ખુરશી પણ ઘણું હંફાવશે...બેસો!

મને અહીંથી જવા દો..ક્યાં જવું છે? તો કહે, મરવા...

તમે બેઠા છો જ્યાં..ત્યાં પણ મરણ તો આવશે...બેસો!

તમે બેઠા હશો પણ જીવ તો ઊભો હશે નક્કી,

ભલે લોકો નિરાંતે બેસવા સમજાવશે...‘બેસો!’

ઘણાની હોય છે બેઠક, તમે પણ એવું ઇચ્છો છો?

‘તમારું બેસવું’ શક્યતા જન્માવશે બેસો!

નથી બેસણું...તો હોઠ પર મુસ્કાન પણ રાખો,

તમારું સ્મિત માહોલને મહેકાવશે...બેસો!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.