રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતરસ્યે તરસ્યા તળાવ વાઢી ફાંટ ભરો, એ ઠીક નથી;
તમે અમારી તરસ વિશે કંઈ વાત કરો, એ ઠીક નથી.
ખરવું હો તો હાલ ખરો, ઓ પીડ ભરેલાં પત્તાંઓ,
અગન ભરેલા આંગણિયામાં રોજ ખરો, એ ઠીક નથી.
ધરવું હો તો મારી માફક આંખો ફાડી ધરો તમે,
ગળા લગોલગ ગાંજો પીને ધ્યાન ધરો, એ ઠીક નથી.
અમે અમારી પાંસળીઓમાં પથ્થર ખડકી નાખ્યા છે,
તમે રંજનો રેલો થઈને ત્યાંય કરો, એ ઠીક નથી.
દ્વંદ્વ ભરેલી દૃષ્ટિ માથે ડહોળાયેલાં દૃશ્યો પટકી,
તમે ઊકળતાં અંધારાંની ઊંઘ હરો, એ ઠીક નથી.
tarasye tarasya talaw waDhi phant bharo, e theek nathi;
tame amari taras wishe kani wat karo, e theek nathi
kharawun ho to haal kharo, o peeD bharelan pattano,
agan bharela anganiyaman roj kharo, e theek nathi
dharawun ho to mari maphak ankho phaDi dharo tame,
gala lagolag ganjo pine dhyan dharo, e theek nathi
ame amari panslioman paththar khaDki nakhya chhe,
tame ranjno relo thaine tyanya karo, e theek nathi
dwandw bhareli drishti mathe Daholayelan drishyo patki,
tame ukaltan andharanni ungh haro, e theek nathi

સ્રોત
- પુસ્તક : વૃક્ષ નથી વૈરાગી (પૃષ્ઠ ક્રમાંક 18)
- સર્જક : ચંદ્રેશ મકવાણા
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2009