કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને!
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારા ગલીમાં કેવા છે તડકાઓ લખ મને!
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને!
કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને!
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં એ પગલાંઓ લખ મને!
kagalman tari yadna kissao lakh mane,
jo shakya hoy to premna tahukao lakh mane!
tara wina ahin to chhe dhummas phakt badhe
tara galiman kewa chhe taDkao lakh mane!
aklai jaun ewa abola na rakh tun
tara ja aksharo waDe jhaghDao lakh mane!
koi mane bija to sahara nahin male
amtha ja tare hathe dilasao lakh mane!
mara jiwanno panth haji to ajan chhe
kyan kyan paDyan chhe taran e paglano lakh mane!

સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ 1984 (અંક 100) (પૃષ્ઠ ક્રમાંક 187)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન