taaraa gayaanaa ketlaa meaning thai shake - Ghazals | RekhtaGujarati

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે

taaraa gayaanaa ketlaa meaning thai shake

ગિરીશ મકવાણા ગિરીશ મકવાણા
તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે
ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે,

ઝળહળતો હોય સૂર્ય ને ઈવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,

કાગળમાં શબ્દ-તારથી અર્થિંગ થઈ શકે.

સ્કૂટરની બૅક-સીટથી ડોકાઈ જાય તે,

ખાલીપો ફ્રંટ-ગ્લાસમાં ફીલિંગ થઈ શકે.

એનેલીસીસ ફૂલનું કરતા રહ્યા પછી,

ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?

ઓગાળી તારી યાદનો આઈસ હાથમાં,

હોવાના હંસથી પછી સ્વીમિંગ થઈ શકે.

સ્રોત

  • પુસ્તક : નગર વસે છે (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1978