taruna tarlanun premgan - Ghazals | RekhtaGujarati

તરુણા તરલાનું પ્રેમગાન

taruna tarlanun premgan

નારાયણ વિસનજી ઠક્કુર નારાયણ વિસનજી ઠક્કુર
તરુણા તરલાનું પ્રેમગાન
નારાયણ વિસનજી ઠક્કુર

પ્રેમ એવી વસ્તુ છે જે સ્વાર્થને નથી માનતી;

લજ્જા તથા જનમાનને પણ તે કદી પિછાનતી.

જો જો પતંગ બળી મરે દીપક મરે નિઃસ્વાર્થ તે;

ને પ્રાણ અર્પે છે ચકોરો ચન્દ્ર પર નહિ સ્વાર્થ તે.

હે પ્રાણવલ્લભ! પ્રેમદા પ્રેમની છે ભોગિની;

તે ઈચ્છતી ના વૈભવોને પ્રેમની છે યોગિની.

મમ નેત્ર આતુર રહે છે તવ વદનના દર્શને;

ને ઈચ્છતું હૃદય નિશદિન તવ તનુના સ્પર્શને.

સૌભાગ્યહેતો! જીવના આધાર ! સત્વર આવને;

તું સ્નેહજલ સિંચન કરી વિરહવહ્નિ શમાવને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942