રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચંદ્ર પર ગઝલો
પૃથ્વીનો એકમાત્ર કુદરતી
ઉપગ્રહ. સૂર્યનો પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તિત થઈને પૃથ્વી પર ફેલાય તેને ‘ચાંદની’ કહે છે. દિવસે સૂર્યપ્રકાશને કારણે ચંદ્ર દેખાતો નથી. રાતે સ્પષ્ટ દેખાય છે. આમ રાતે જ દેખાતો હોવાથી અને એકલો ચમકતો ઉપગ્રહ હોવાથી ચંદ્રને કવિઓએ ખૂબ લાડ લડાવ્યા છે. લાંબા સમય સુધી કાવ્યોમાં પ્રિયતમા કે નાયિકાના સૌંદર્ય માટે ‘ચંદ્ર’ વિશેષણ તરીકે વપરાતો રહ્યો છે. કથાસાહિત્યમાં નાયક સિવાય નાયિકા અન્ય કોઈ વ્યક્તિ જોડે પરણે એ ઘટનાને ‘ચંદ્રગ્રહણ’ કહેવાતું હતું.