મદહોશ જવાનીમાં રંગ હોય કે નહીં?
દીપકની ચોતરફ પતંગ હોય કે નહીં?
સૌદર્યને શું અંગ ભંગ હોય કે નહીં?
નવલા ઉમંગને તરંગ હોય કે નહી ?
જીવલેણ દંશ દૈ શકે છે જે હૃદય ઉપર;
એ શ્યામ-નેણમાં ભુજંગ હોય કે નહી?
ઉપચાર થાય એમ દર્દ ઉગ્રતા ધરે;
એવાય પ્રણયમાં પ્રસંગ હોય કે નહીં?
જે શબ્દની મીઠાશ કાર્ય ઝેરનું કરે;
એ શબ્દમાં અસહ્ય વ્યંગ હોય કે નહીં?
જેવી પડે છે થાપ નયનની હૃદય ઉપર;
એવો જ ધ્વનિ, મૃદંગ હોય કે નહીં!
હૃદય નથી ભૂલું પડયું અજાણ પંથમાં;
એ વાત જાણનાર દંગ હોય કે નહીં?
સાનિધ્ય સાંપડે ઘડીક તાઝગી ભર્યું;
“ડાયર” ને એટલો ઉમંગ હોય કે નહીં?
madhosh jawaniman rang hoy ke nahin?
dipakni chotraph patang hoy ke nahin?
saudaryne shun ang bhang hoy ke nahin?
nawala umangne tarang hoy ke nahi ?
jiwlen dansh dai shake chhe je hriday upar;
e shyam nenman bhujang hoy ke nahi?
upchaar thay em dard ugrata dhare;
eway pranayman prsang hoy ke nahin?
je shabdni mithash karya jheranun kare;
e shabdman asahya wyang hoy ke nahin?
jewi paDe chhe thap nayanni hriday upar;
ewo ja dhwani, mridang hoy ke nahin!
hriday nathi bhulun paDayun ajan panthman;
e wat jannar dang hoy ke nahin?
sanidhya sampDe ghaDik tajhgi bharyun;
“Dayar” ne etlo umang hoy ke nahin?
madhosh jawaniman rang hoy ke nahin?
dipakni chotraph patang hoy ke nahin?
saudaryne shun ang bhang hoy ke nahin?
nawala umangne tarang hoy ke nahi ?
jiwlen dansh dai shake chhe je hriday upar;
e shyam nenman bhujang hoy ke nahi?
upchaar thay em dard ugrata dhare;
eway pranayman prsang hoy ke nahin?
je shabdni mithash karya jheranun kare;
e shabdman asahya wyang hoy ke nahin?
jewi paDe chhe thap nayanni hriday upar;
ewo ja dhwani, mridang hoy ke nahin!
hriday nathi bhulun paDayun ajan panthman;
e wat jannar dang hoy ke nahin?
sanidhya sampDe ghaDik tajhgi bharyun;
“Dayar” ne etlo umang hoy ke nahin?
સ્રોત
- પુસ્તક : અંગડાઈ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : અંબાલાલ ડાયર
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1963