kumli hathoDi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કુમળી હથોડી

kumli hathoDi

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
કુમળી હથોડી
ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?

કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,

તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,

હું નથી માનતો : ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીતને વારાફરતી પ્હેરે છે :

કવિની પાસે શું વસ્ત્રોની બે જોડી છે?

સ્રોત

  • પુસ્તક : એકાવન (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1987