sanamne - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સનમને

sanamne

કલાપી કલાપી
સનમને
કલાપી

યારી ગુલામી શું કરૂં ત્હારી? સનમ!

ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!

તું આવતાં ચશ્મે જિગર મ્હારૂં ભરે,

જાતાં મગર શું શું કરી રોકું? સનમ!

તું ઈશ્ક છે યા મહેરબાની યા રહમ?

હસતાં ઝરે મેાતી લબે તે શું, સનમ!

મેંદી કદમની જોઈ ના પૂરી કદી!

આવી આવી એમ શું થાતી? સનમ!

ત્હારી સવારી ફૂલની કયાં ક્યાં ફરે?

તેનો બનું ભમરો બની શું શું? સનમ!

જાણે વિંટાઈ ઝુલ્ફમાં છુપી રહું!

તાકાત ના દિદારમાં રહેતી! સનમ!

છે દિલ્લગીનો શેાખ કે તુંને નહીં?

તો આવ કાં? કાં બોલ ના આવી? સનમ!

જોઈ તને આંખો નકામી બધે,

ફોડી દઉં પૂરી તને આંખે? સનમ!

ચશ્મની તુંને ચદર ખૂંચે નકી,

કોને બિછાને તું સદા પેાઢે? સનમ!

આપું જિગર ત્હોયે તું ત્યાં શું તને?

માલેક આલમના જિગરની તું, સનમ!

તુને કહું છું યાર તો ગુસ્સે નહીં:

ત્હોયે હસે છે દૂરની દૂરે! સનમ!

તુંને કહું ખાવિન્દ તો રીઝે નહીં!

ત્યાં હસે તું દૂરની દૂરે! સનમ!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્ય કલાપ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011