Famous Gujarati Ghazals on Chashma | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચશ્માં પર ગઝલો

સ્પષ્ટ ન જોઈ શકતી આંખને

જોવામાં ઉચિત મદદ પહોંચાડતું કાચનું સાધન. સૂર્યના કિરણ સૃષ્ટિ પર કે કોઈ પણ પદાર્થ પર પડે છે અને ત્યાંથી વક્રીભવન થઈ આંખમાં પડે છે તેથી આંખોને દૃશ્ય દેખાય છે. જ્યારે આંખ નબળી હોય ત્યારે વક્રીભવન થયેલા કિરણોને યોગ્ય રીતે ઝીલી નથી શકતી. તેથી સ્પષ્ટ દેખાતું નથી. ચશ્માંનાં કાચ વક્રીભવન થઈ આવતાં કિરણોને યોગ્ય વળાંક આપી આંખ સુધી પહોંચાડે છે. તેથી દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. ઉર્દૂ ભાષામાં ‘ચશ્માં’નો અર્થ ‘ઝરણું’ થાય છે અને ‘ચશ્મ’નો અર્થ ‘નજર’ થાય છે. ઉર્દૂ ભાષામાં ‘ચશ્મ-એ-બદદૂર’ એવો રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ‘મેલી નજરવાળા આઘા રહો’ થાય છે. અન્યની દોરવણી કે પ્રભાવમાં વહેવાર કરનાર વ્યક્તિ માટે લોકબોલીમાં ‘પારકા ચશ્માંથી દુનિયાને જુએ છે’ જેવો વાક્યપ્રયોગ છે. ‘જૂની આંખે નવા ચશ્માં’ રૂઢિપ્રયોગ સમય સાથે દૃષ્ટિકોણ બદલવા બાબત છે. જૂના અને લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં નાટ્યલેખક તારક મહેતાની હાસ્યકથા શ્રેણી ‘દુનિયાને ઉંધા ચશ્માં’ પાંત્રીસથી વધુ વરસ પ્રકાશિત થઈ હતી. આબિદ સુરતીની પ્રસિદ્ધ વાર્તા ‘જાદુઈ ચશ્માં’ પરિવાર અને સમાજની દંભી માનસિકતા પર સચોટ વ્યંગ્ય કરે છે.

.....વધુ વાંચો