wat kar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્વાસને લાયક હવાની વાત કર

એક દર્પણ ને દીવાની વાત કર

ના ગણે માણસ તને તો થાય શુ?

રોગ જૂનો છે દવાની વાત કર

યુદ્ધ કરશું જો વિકલ્પો ના હશે

ના જગા છોડી જવાની વાત કર

આભમાં શુ તાકવાનું નિષ્પલક ?

તીર કોઇ તાકવાની વાત કર

થાય છે જ્યાં આપણા હકનું જમા

તે ખજાના તોડવાની વાત કર

છેક તળિયે આપણું હોવું કબૂલ

આથી ઊંચે જવાની વાત કર

સ્રોત

  • પુસ્તક : સૂર્યોન્મુખ
  • સર્જક : Aatmaram Dodiya
  • વર્ષ : 1999