sadbhawana - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સદ્ભાવના

sadbhawana

પતીલ પતીલ
સદ્ભાવના
પતીલ

ના મારે તુજ ભેટ બક્ષિસ વા તારી કૃપા જોઈએ;

હું એવો નહિ રંક કે અવરની મારે દયા જોઈએ.

આવ્યો છું લઈ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો,

રાજા ચોર લિયે હરી નહિ કદા એવી મતા જોઈએ.

આપે તો ગુજરાન આપ મુજને, મારી લઈ ખાતરી,

થોડા આપ દિનો વળી સુખ તણા, ના વાસના જોઈએ.

જો તું દાન કરે મને, ભગવતી, દે દાન હૈયા તણું,

હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું, હા, જોઈએ,

જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસ્વીર ફેંકાયલી.

થા મારી, જન નિખાલસ તણી જો ચાહના જોઈએ,

તે મારી નથી માગણી તુજ કને, સંકોચ જેનો તને;

ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973