pushp sam hothne kantakno wishay na shobhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુષ્પ સમ હોઠને કંટકનો વિષય ના શોભે

pushp sam hothne kantakno wishay na shobhe

અબ્દુલ વાહીદ ‘સોઝ’ અબ્દુલ વાહીદ ‘સોઝ’
પુષ્પ સમ હોઠને કંટકનો વિષય ના શોભે
અબ્દુલ વાહીદ ‘સોઝ’

પુષ્પ સમ હોઠને કંટકનો વિષય ના શોભે,

કાચના દેહમાં પથ્થરનું હૃદય ના શોભે.

સુખ નવાં આપ ભલે, દુઃખને અહીં રહેવા દે.

જૂના સાથીનો થઈ જાય વિલય ના શોભે.

યુગ તો બદલાય, ને બદલે ઘણું પણ માનવ,

તું ફરી જાય, ફરે જેમ સમય ના શોભે.

નિજના સંતોષને સાહિત્યની ઉપમા આપી,

વ્યય કરતા રહો બીજાનો સમય ના શોભે.

ઉચ્ચતા જાળવી રાખે પતન પણ સારું,

માન માનવનું ઘટાડે વિજય શોભે.

સૂર્ય સામે તો તિખારો છે હજુ ‘સોઝ’ છતાં,

અસ્ત પામે ને ફરી થાય ઉદય ના શોભે.