Famous Gujarati Ghazals on Diaspora | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ડાયસ્પોરા પર ગઝલો

ડાયસ્પોરા એટલે પ્રાંત

કે રાજ્યના સીમાડા ઓળંગી, પાર કરી વિસ્તરેલ માનવવસ્તી. ડાયસ્પોરા સાહિત્ય એટલે એ રીતે જીવન જીવતા લોકો દ્વારા રચાયેલ સાહિત્ય. અહીં ડાયસ્પોરા સાહિત્યમાં બે તત્ત્વ દેખીતી રીતે સ્પષ્ટ છે : મૂળથી દૂર થયાનો ભાવ અને નવા સ્થાને ટકવાનો ભાવ. ડાયસ્પોરા સાહિત્ય બાબત સમીક્ષક તરીકે કિરીટ દૂધાત અને ડાયસ્પોરાના સર્જક તરીકે નટવર ગાંધીએ જુદા જુદા સ્થાને એક જેવો મત આપ્યો છે જેનો સાર એ છે કે, “ડાયસ્પોરા સાહિત્ય હોવું જોઈએ એટલું સક્ષમ નથી.” વતન ઝુરાપો અને યજમાન સ્થળે અનુભવાતી એકલતા એ ડાયસ્પોરા સાહિત્યનું પુનઃ પુનઃ આલેખાતો વિષય બની ને રહી ગયો છે જે એકવિધતા સર્જે છે. મધુ રાય, સુધીર દેસાઈ, વલ્લભ નાંઢા, દીપક બારડોલીકર જેવા વિદેશમાં વસેલા લેખક કવિઓ પણ છે જેમની રચનાઓ ડાયસ્પોરા સાહિત્ય ઓછી અને સાહિત્ય વધુ લાગે. ‘ઓપીનીયન’, ‘ગુંજન’ અને ગુર્જરી’ વિદેશથી પ્રકાશિત થતાં ગુજરાતી સામયિક છે જેમાં ડાયસ્પોરા સાહિત્ય પ્રકાશિત થાય છે.

.....વધુ વાંચો