tutti jowi hati mari haweli - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તૂટતી જોવી હતી મારી હવેલી

tutti jowi hati mari haweli

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
તૂટતી જોવી હતી મારી હવેલી
મુકુલ ચોક્સી

તૂટતી જોવી હતી મારી હવેલી? યાદ છે?

કે પછી અમથી તેં ચિઠ્ઠી લખેલી યાદ છે?

તારી એકલતાની સરહદ વિસ્તરેલી યાદ છે?

એક દિ’ મારી ગઝલોને અડેલી યાદ છે?

વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે.

વાતો તેં બીજા કોને કરેલી? યાદ છે?

મારી દાઢી વધેલી તો સૌ જાણે છે,

તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી યાદ છે?

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001